Sat. Mar 6th, 2021
             

અમદાવાદ શહેરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં મહિલા ક્લાર્ક (Lady Clark) દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી હતી. જોકે, આ કેસમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે મહિલા ક્લાર્ક, તેના પતિ અને પતિનો મિત્ર આમ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, મહિલા ક્લાર્કે પ્રિન્સિપાલની ખોટી સહીઓ કરીને છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત મહિલાએ પતિની સાથે મળી અને ત્રીજા આરોપીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પતિ પત્ની ઉપરાંત પકડાયેલો ત્રીજા આરોપીએએ એમ.બી.એનો અભ્યાસ કરેલો છે.

ઉલ્લેખનીય છે કે, શહેરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલેમહિલા ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કરાયો છે કે અગાઉના પ્રિન્સીપાલની ખોટી સહીઓ કરી સ્કૂલની ફી અને અન્ય નાણાં મળી 3.21 કરોડ રૂપિયા મનીષા નામની મહિલા ક્લાર્કએ ઉચાપત કરી હતી. સમગ્ર મામલે ઓડિટ દરમિયાન આ કૌભાંડ સામે આવતા હવે યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના નારણપુરામાં રહેતા ફાધર ઝેવીયર અમલરાજ સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે. તેમની સ્કૂલમાં 21 વર્ષથી મનીષા વસાવા નામની મહિલા કામ કરે છે. જે 15 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.

વર્ષના અંતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવીને ઓડિટ કરતા હોવાથી પ્રિન્સીપાલે તમામ ચેકબુક, પાસબુક અને હિસાબો મનીષા બહેનને લાવવા જણાવ્યું હતું. વારંવાર જણાવવા છતાંય મનિશાબહેને હિસાબો આપ્યા ન હતા અને મંજૂરી વગર જ તેઓ ગેરહાજર રહેવા લાગ્યા હતા. જેથી શાળાના અન્ય ક્લાર્ક દ્વારા સી.એ. ને હિસાબો આપવામાં આવ્યા હતા. મનિશાબહેન ગેરહાજર રહેતા અને તેઓની વર્તણુક પરથી કઈક ગેરરીતિ થઈ હોવાની સંચાલકોને શંકા ગઈ હતી. બાદમાં તપાસ કરી તો શાળાનું જે બેંકમાં એકાઉન્ટ હતું તેમાં અનેક ક્રેડિટ ટ્રાન્ઝેકશન થયા હોવાનું સામે આવ્યું હતું.

મનીષા વસાવાએ શાળાના ડિડક્શન એકાઉન્ટમાંથી અમુક રકમ ચેકથી તથા અમુક રકમ આરટીજીએસથી ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે પ્રિન્સીપાલ ચાર્લ્સ અરુલદાસ હોવાથી તેઓને આ રકમો બાબતે પૂછતાં ચેકબુક મનીષા પાસે રહેતી હોવાનું સામે આવ્યું હતું. અને ચેકબુકથી પૈસા ટ્રાન્સફર થયા હોવાથી સહીઓ બાબતે ચાર્લ્સ અરુલદાસને પૂછતાં તેઓએ કોઈ સહીઓ ન કરી હોવાનું જણાવ્યું હતું. આમ ક્લાર્ક મનીષા એ 3,21,09,975 એટલેકે 3.21 કરોડ રૂપિયાની ઉચાપત કરી જયેશ વાસવાની નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરતા આ મામલે કૌભાંડ બાબતે યુનિ. પો સ્ટે માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *