Sun. Feb 28th, 2021
  • કેમ્પ કરવાથી વિદ્યાર્થીઓને સમાજીક કાર્યો કરવા માટે આત્મ વિશ્વાસ વધે છે – કલેક્ટર, અમિત અરોરા
  • કાંકણપુરના પ્રિન્સપલશ્રી જૈમિન શાસ્ત્રીએ કોરોના કાળમાં સ્વયંસેવકો અને પંચમહાલ પ્રસાશનની કામગીરી વિરદાવી.
  • 7 દિવસનો કેમ્પમાં વેક્સિન્સ્ટ્રેશન, વ્યસન મુક્તિ, કલ્ચરલ પ્રોગ્રામો તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન – ડૉ રૂપેશ નાકર
  • સ્વયં સેવિકા જાનકી પટેલ અને ગ્રુપ લીડર કોમલ વરિયા દ્વારા કેમ્પનું સંચાલન
             

 

ગોધરા –            શેઠ પી.ટી.આર્ટ્સ & સાયન્સ કોલેજ, ગોધરા ના વાર્ષિક એન.એસ.એસ. કેમ્પ 2021નો આયોજન ડોક્ટર ના મુવાડા ગામ ખાતે કરવામાં આવેલ છે. પંચમહાલના માનનીય કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ. બી. પટેલ, જે એલ. કે કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ. એચ. ગારડી કોમર્સ કોલેજ કાકણપુરના પ્રિન્સિપાલ ડો. જૈમિની શાસ્ત્રી સાહેબ, ડો. સુરેશ ચૌધરી, ડોક્ટરના મુવાડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી જશપાલસિંહ સોલંકી, ડાયેટ પંચમહાલના કોર્ડીનેટર શ્રી ઉપરાંત એન.એસ.એસ. ના 65 જેટલા વિદ્યાર્થીઓ આ પ્રસંગમાં જોડાયા.

કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબે વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓએ પોતાના વિદ્યાર્થોએ ખાસ પરિણામ લક્ષી કાર્યો કરવા જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આવા કેમ્પથી વિદ્યાર્થીઓનો સમાજીક કાર્યક્રમ કરવા માટે આત્મ વિશ્વાસ ખુબજ વધે છે. કોરોના કાળ પૂરો થવા આવ્યો છે ત્યારે કોવિડ-19 પ્રોટોકોલ પ્રમાણે થતી આ શિબિરના કાર્યક્રમોની ખુબજ પ્રસંસા કરી હતી.

આ કેમ્પનું આયોજન ડો. રૂપેશ નાકર – પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. તેમણે સમગ્ર 7 દિવસના આગામી કેમ્પમાં થતાં કાર્યક્રમો જેવા કે વેક્સિનેશન ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ, વ્યસન મુક્તિના કાર્યક્રમો, કલ્ચરલ પ્રોગ્રામ, રેલી, ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ વગેરેની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી.

કૂ. જાનકી પટેલે સમગ્ર સંચાલન તથા ગ્રૂપ લીડરો તરીકે કોમલ વરિયા અને સાર્થક દરજીએ ખાસ સેવા આપી હતી. ગોધરા કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો. એમ.બી.પટેલે કોલેજે ભૂતકાળમાં કરેલા કાર્યોની માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. જ્યારે કાંકણપુર કોલેજના પ્રિન્સીપલ મહેમાનશ્રી ડો. જૈમિની શાસ્ત્રી સાહેબ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું છે કે યુવાનો દેશનું ભવિષ્ય છે. પંચમહાલ પ્રસાસન દ્વારા અને એનએસએસ સ્વયંસેવકો દ્વારા ક્રોરોના કાળમાં થયેલ કાર્યોની પ્રસંસા કરી હતી અને અંગે વિદ્યાર્થીઓના આ પ્રયાસ ને વધાવ્યો હતો.

જસપાલસિંહ સોલકીએ ખાસ ગામ અને શાળા તરફથી વિદ્યાર્થીઓને શિબિરમાં પૂર્ણ સહકાર મળશે તેની ખાતરી આપી હતી. આ શિબિર ડોક્ટર ના મુવાડા પ્રાથમિક શાળા ખાતેથી ગામમાં કુલ 7 દિવસ ચાલશે જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર દ્વારા વિવિધ સેવાકીય પ્રવુતિઓ ગામમાં થશે.

અમારી ન્યુઝ રીપોર્ટરો દ્વારા શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનું સર્વેક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં આવેલી કોલેજોમાં તો આવા કેમ્પો માત્ર પેપર ઉપર જ ચાલે છે અને વાર્ષિક રીપોર્ટ ફોટોગ્રાફી અને ઓડીટ રીપોર્ટ સાથે કચેરીમાં જમા કરાવી દેવાય છે. વિદ્યાર્થીઓને સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે એનએસએસની પ્રવૃતિ માટે એક સ્થળે ભેગા કરીને ફોટોગ્રાફી કરીને છૂટા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને આવા કેમ્પો અને પ્રવૃત્તિઓનો ઉદ્દેશ સુધા ખબર નથી તેવું જાણવા મળ્યું છે.

સમાજ શિક્ષણ પ્રવૃત્તિને એક પ્રમાણિક પ્રવૃત્તિ ગણતો હોય અને તેમાં પણ વિદ્યાર્થીઓ સામાજિક પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ શિખશે તેવી આશા રાખતો હોય તો આવા કેમ્પો થવા જ જોઈએ. પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આવા કેમ્પો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી અને કોલેજોને ખાસ પ્રકારની ગ્રાંટ (કોલેજ પ્રવૃત્તિ અને વાર્ષિક કેમ્પ માટે) પણ ફળવાય છે. આવા ગ્રાંન્ટનો વાસ્તવિક ઉપયોગ ક્યા થાય છે તે તેઓ અધિકારીએ જ જાણે તેવી ચર્ચાઓ શિક્ષણ જગતમાં શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ વચ્ચે જોવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *