દે. બારીયા – બારીયા તાલુકાના રામા ગામે ચુલામાંથી ઉડેલ તણખાને કારણે આગ લાગત સામાન બળીને ખાખ થવાના સમાચાર વેગવાન બન્યા છે. ઘર માલિકને હજારો રૂપિયાનું નુક્શાન થયું છે તેવું જણાવે છે.
દે. બારીયા તાલુકાના રામા ગમે બારીયા ફળીયામાં એક ઘરમાં રસોડામાં ચુલામાં આગ લગાડીને ચુલા પર જમવાનું બનાવતી વેળાએ ચુલામાંતી આગનો તણખો ઘરમાં મુકેલ ઘાસમાં અચાનક પડતા આગ લાગવાનો બનાવ બન્યો છે. આ ઘટનામાં ઘરનો ચાર ગાળાનો ઉપર નળીયાવાળા ભાગે, સરીઓ તથા વળી સાથે સંપૂર્ણ બળી જતા ઘાસ, અનાજ તથા ઘરવખરીનો સામાન નાશ પામ્પ્યો હતો. આશરે રૂ. 25000/- નુક્શાન થયાનું માલિક મિડીયા રીપોર્ટોને જણાવે છે.
પ્રાપ્ત વિગત અનુસાર બારીયા તાલુકાના રામા ગામના બારીયા ફળીયામાં રહેતા પ્રવીણભાઈ ચીમનભાઈ બારીયાન પત્ની દરરોજની જેમ ગતરોજ સવારે અગ્યાર વાગ્યાના સુમારે પોતાના ઘરમાં રસોડામાં ચુલામાં આગ પેટાવી જમવાનું બનાવતી હતી તે વખતે ચુલામાંથી ઉડેલ તણખો ઘરમાં મુકેલ ઘાસમાં પડતા અચાનક આગ લાગતા આગમાં ઘરનો નળીયાવાળો ભાગ, સરીઓ તથા વળીઓ સાથે સંપૂર્ણ બળી જતા ઘરમાં મુકેલ ઘાસ, અનાજ તથા ઘરવખરી સામાનનો આગમાં નષ્ટ પામ્યો હતો.
આ સંબંધે પ્રવીણભાઈ ચીમનભાઈ બારીયાએ પોસીને જાણ કરતા પોલીસે આગ અંગેની જાણવાજોગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવા સમયે પ્રધાનમંત્રી મોદીની ઉજ્જવલા યોજના યાદ આવી જાય છે. સરકાર ઉજ્જવલા યોજનાની સહયા આપવા છતા લોકોમાં અજ્ઞાનતા હોવાથી આવી ઘટનાનો ભોગવતા હોય છે. જો ઉજ્જવલા યોજનાનો ગેસનો ઉપયોગ કર્યો હોત તો તેઓ આવી ઘટનાને ટાળી શક્યા હોત.