Tue. Mar 9th, 2021
             

યુવક હનીટ્રેપમાં ફસાયો, બ્યૂટીપાર્લરમાં ગોંધી રાખી માર મારી 25 લાખ માગ્યા

શહેરમાં ફરી એક હનીટ્રેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના પુણા વિસ્તારમાં મેડિકલ સ્ટોરનો માલિક હનીટ્રેપમાં ફસાયો છે. મેડિકલ સ્ટોરના વેપારીને યુવતીએ ઘરે બોલાવી શરીર સુખ 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારીને માર મારતા વેપારીએ પોલીસને કોલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.

પુણા પોલીસે ગુનો નોંધી હનીટ્રેપની માસ્ટર માઈન્ડ મહિલાની અટકાયત કરી છે. આ ગેંગમાં અનેક યુવતીઓ સંડોવાયેલી હોવાનું પણ સામે આવ્યું છે.

વિગત મુજબ, મૂળ ગીર-સોમનાથનો વતની અને સુરતમાં પુણા સિલ્વર ચોક પાસે શિક્ષાપત્રી એવન્યુમાં રહેતો 31 વર્ષીય પ્રવીણ બાબુભાઈ રામાણી છેલ્લા ચાર મહિનાથી પરવત પાટિયા શંખેશ્વર કોમ્પ્લેક્સ ખાતે નોબલ ફાર્મસીમાં નોકરી કરે છે. થોડાક દિવસ અગાઉ તેની દુકાને અજાણી મહિલા ફેશવોશ ક્રીમ લેવા આવી હતી. જોકે દુકાનમાં સ્ટોકમાં ન હતો, તે મહિલાએ સ્માઈલ આપી પોતાની ઓળખ સુમન ઉર્ફે હંસીકા રાજપૂત તરીકે આપી પોતાનો મોબાઈલ નંબર આપી પ્રવીણનો મોબાઈલ નંબર લઈ ક્રીમ મગાવી આપવા કહ્યું હતું. બે-ત્રણ દિવસ બાદ ક્રીમ આવતાં પ્રવીણે ફોન કરતાં સુમન આવી હતી અને ક્રીમ લઈ મીઠી-મીઠી વાતો કરી કહ્યું હતું કે તમારે મહિલાઓ સાથે શરીર સુખ માણવું હોય તો મારો સંપર્ક કરજો.

ગત સવારે સુમને પ્રવીણને ફોન કરી ફરી શરીર સુખ માણવાની વાત યાદ અપાવી હતી. ત્યાર બાદ પોતાના પુણા ભૈયાનગર સારથી હાઈટ્સ સ્થિત હંસમોર બ્યૂટીસેન્ટરમાં આવવા કહેતા પ્રવીણે ઇનકાર કરી ફોન નહીં કરવા કહ્યું હતું. જોકે બપોરે ફરી ફોન કરતાં પ્રવીણ 2.30 વાગ્યે ત્યાં ગયો ત્યારે ત્યાં સુમન ઉપરાંત 20થી 22 વર્ષની બીજી ત્રણ મહિલા હાજર હતી. તેઓ પાર્લરમાં અંદર ગયાં એ સાથે જ ત્રણેય મહિલાઓએ પાર્લરનું શટર નીચું કરી કાચનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. સુમને ત્રણ મહિલામાંથી એકને સેક્સ માટે પસંદ કરવા કહી એના રૂ.1000 થશે એમ કહેતાં પ્રવીણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેથી સુમને તેને માર મારી નજીકમાંથી ડંડો લઈને પણ માર્યો હતો. કુછ કરના નહીં તો ઠીક હૈ, પર પૈસા તો દેના હી પડેગા એમ કહી સુમને રૂ.25 લાખની માગણી કરી હતી.

આ દરમિયાન મહિલાએ બળજબરીપૂર્વક યુવક પાસેથી 2 હજાર પડાવી લીધા હતી. બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ યુવક યુવતીઓના ચુંગાલમાંથી છુટી બહાર આવી પોલીસને જાણ કરી હતી.

આ મામલે પુણા પોલીસે સુમન ઉર્ફે હંસીકા રવિભાઈ ચંદ્રપાલસિંઘ કુસ્વાહા  અને તેની સાથેની અન્ય ત્રણ મહીલા વિરૂદ્ધ ગુનો નોંધી સુમનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *