Sat. Mar 6th, 2021
  • ટિકિટોના વેચાણનો લેટરમાં ઉલ્લેખ છે.
  • ટિકિટો ખુલ્લે આમ 3 થી 8 લાખમાં વેચાઈ છે.
  • રાજીવ સાતવની જાસુસી કરવામાં આવી રહી છે.
  • શહેર પ્રમુખ અને નિરક્ષિક ઉપર આક્ષેપો થયા છે.
             

 

અમદાવાદ – અમદાવાદના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ટિકિટ વેંચતા હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. જ્યારે જ્યારે ઈલેક્શન આવતા હોય છે ત્યારે કોંગ્રેસમાં ટિકિટો માટે કકડાટ રહેતો હોય છે તેવું કાર્યકર્તાઓમાં ચર્ચા થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણી આવી ચુકી છે તેને લઈને આ કકડાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તા અનિલ રાજપૂતે પ્રભારી રાજીવ સાતેજ અને કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને એક પત્ર લખ્યો છે. પત્રમાં એવું જણાવે છે કે ધારાસભ્ય હિંમતસિંહ પટેલ 3 થી 8 લાખમાં ટિકિટ વેચી રહ્યા છે તેવો આરોપ મુકવામાં આવ્યો છે. તે પરાંત અમદાવાદના શહેર પ્રમુખ પટેલ શરાબ અને શબાબની પાર્ટીઓ કરતા હોવાનું ઉલ્લેખ પત્રમાં છે. પત્રમાં એવું પણ લખ્યું છે કે જો પ્રભારી રાજીવ સાતેજ તેમની કાર્યશેલી તથા વિચારસરણી નહી બદલે તો તેમનું મોઢું કાળું કરવામાં આવશે.

કોંગ્રેસ પક્ષમાં બેફામ બનેલા નેતાઓ અને એનએસયુઆઈ કાર્યકર્તાઓ ટિકિટ માટે લાઈનો લાગી છે. અત્યાર સુધી ઉમેદવારોના નામો જાહેર નથી કરવામાં આવ્યા. કારણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસમાં ટિકિટ માટે કકડાટ થઈ રહ્યો છે કોઈ પુત્ર માટે કે પૌત્ર માટે કે સગાઓને સેટ કરવા માટે ટિકિટોની માંગણી કરવા જીદો ઉપર ચઢેલા છે. આજે લેટર બોમ ફુટ્યો છે અને ખસ કરીને લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ટિકિટોની વહેંચણી 3 થી 8 લાખમાં ખુલ્લે આમ વેચી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *