Sat. Mar 6th, 2021
             

દાહોદ – સ્થાનિક સ્વરાજ સંસ્થાની આગામી ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે એક વિશે, પહેલના ભાગરૂપે આજે ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડે મધ્યપ્રદેશ પોલીસના અધિકીરઓ સાથે ઈન્ટર સ્ટેટ બોર્ડર પોલીસના નેજા હેઠળ બેઠક યોજવામાં આવી. જેમાં ભાગેડું ગુનેગારો પકડી પાડવા ઉપરાંત ચૂંટણી ટાણે નશાબંધીને વધુ ચુસ્તાઈની અમલ કરવા માટે પરસ્પર સંકલન રાખવા સહમતી સાધવામાં આવી હતી.

શ્રી ભરાડએ જણાવ્યું છે કે – મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જાબુઆ, અલીરાજપુર, બાંસવાડા  અને ધારના પોલીસ અધિકીરઓ સાથે ઈન્ટર સ્ટેટ બોર્ડર પોલીસ બેઠક યોજવામાં આવી. જેમાં બંન્ને જિલ્લાના ભાગેડું ગુન્હેગારોની યાદીની આપલે કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા બંને રાજ્યોની પોસીને તે રાજ્યના ગુનેગારોને પકડવામાં તમામ મદદ કરવામાં આવે છે. એજ પ્રકારે ગુજરાત પોલીસને પણ બંને રાજ્યો તરફથી મદદ મળતી રેહ છે. ચૂંટણીને ધ્યાને રાખીને સંકલનને વધુ મજબૂત નબાવવા માટે આ બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમા બંને રાજ્યોની સરહદે પોલીસ તપાસ નાકાને વધુ સઘન બનાવવા પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેક્નોલોજીની મદદથી ગુનેગારોની ઓળખ અને તેનું પગેરૂ શોધવાનું નિયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએથી બંને રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન વધુ સારી રીતે થાય એ બાબત પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત વડોદરા રેન્જના પોલીસ મહાનિરીભક શ્રી હરિકૃષ્ણ પટેલે પણ કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા. બેઠકમાં દોહાદના ડીએસપી શ્રી હિતેશ જોયસર, છોટાઉદેપુરના ડીએસપી શ્રી ધર્મેન્દ્ર શર્મા, જાબુઆના એડિશન એસપી શ્રી આનંદસિંહ વાસ્કલે, નાયબ પોલીસ અધિકક્ષક કક્ષાના અધિકારીઓ શ્રી દિલીપસિંહ બિલાવલ, શ્રી એ. બી. સિંહ, દાહોદના શ્રી ભાવેશ જાદવ, ડૉ. કાનન દેસાઈ શ્રી બેંકર ઉપસ્થિ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *