Sat. Feb 27th, 2021
             

છેલ્લા દસ વર્ષથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હા માં નાસ્તો ફરતો લીસ્ટેડ આરોપીને નાગપુર મહારાષ્ટ્રથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
ભાવનગર રેન્જ ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવ નગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી. બી. સ્ટાફનાં માણસોને નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડી પાડવા માટે સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસોને સંયુકત રાહે હકીકત મળેલ કે ભાવનગર સીટી ગંગાજળીયા પો.સ્ટે. એમ.કેસ નંબર ૦૩/૨૦૧૧ આઇ.પી.સી કલમ ૪૦૬,૪૨૦ મુજબના ગુનહાના કામે નાસ્તા ફરતા આરોપી કીરણ લાભુભાઇ ઠક્કર મુળ રહે.ભગાતળાવ ના નાકે ભાવનગર હાલ રહે.-વિશ્વકર્માનગર,શેરી નંબર ૧૪ મકાન નંબર ૨૦ નાગપુર મહારાષ્ટ્ર હોવાની હકીકત મળતા જે હકીકત આધારે ટીમ સાથે ઉપરોકત હકીકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર હાજર મળી આવતા આ કામના આરોપી કીરણ લાભુલાલ ઠકકર/લોહાણા ઉ.વ. ૫૭ ધંધો-છુટક કરીયાણના વેપારી રહે.વિશ્વકર્મા નગર,શેરી નંબર ૧૪ મકાન નંબર ૨૦ નાગપુર મહારાષ્ટ્રવાળો ઉપરોકત ગુન્હાના કામે પોતાને પકડવાના બાકી હોય તેમ જણાવતા તેને અત્રે લાવી હાલમાં કોવિડ-૧૯ની મહામારી ના કારણે મજકુરને પોલીસ હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ગંગાજળીયા પો.સ્ટે. સોપી આપેલ છે

આ સમગ્ર કામગીરીમાં એલ.સી. બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ સાગરભાઇ જોગદિયા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા ઘનશ્યામભાઇ ગોહિલ તથા ભૈપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ સંજયભાઇ ચુડાસમા તથા પો.કોન્સ જયદીપસિંહ ગોહીલ તથા ડ્રા. હેડ કોન્સ પદુભા ગોહીલ તથા ડ્રા.પો.કોન્સ હારીતસિંહ ગોહીલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *