ગાંધીનગર – રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહલોલ તૈયાર થઈ ગયો છે ત્યારે ફરીવાર ગુજરાતની રાજનીતિમાં સૌથી વિસ્ફોટક સમાચાર પ્રાપ્ત થયા છે. રાજ્યના દિગ્રજ નેતા પૂર્વ CM શંકરસિંહ વાઘેલા ફરીવાર કોંગ્રેસમાં ગમે તે ઘડી એ જોડાવની સંભાવના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાપુએ કોંગ્રેસ પક્ષમાં ઘર વાપસી કરવાની ઈચ્છા દર્શાવી છે. બાપુને ઘર વાપસી કરાવવા ભરતસિંહ સોલંકી મધ્યસ્થની કામગીરીમાં સફળ રહ્યો છે તેમ લાગુ રહ્યું છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ બાપુની રી-એન્ટ્રી કરવાની સંપરૂણ સંભવાના લાગી રહી છે. જેથી કહી શકાય છે કે બાપુની રી-એન્ટ્રીથી કોંગ્રેસને ફાયદો થવાની સંભાવનાઓ વધશે.
ભાજમાંથી છૂટા પડ્યા પછી બાપુએ પોતાનો પક્ષ બનાવ્યો અને તે પછી કોંગ્રેસમાં જોડાયા ત્યાર પછી વર્ષ 2017માં કોંગ્રેસમાંથી બાપુએ સાથ છોડી એનસીપી જોઈન કર્યું હતું. પરંતુ વર્ષો જૂના રાજકારણી એવા શંકરસિંહ વાઘેલા વર્તમાનમાં કોંગ્રેસમાં જોડાવાની વાતો પ્રાપ્ત થઈ છે. હાલમાં તેમની સાથે વસંત વગડોમાં વાતચી થઈ રહી છે. ટુંક સમયમાંજ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત થઈ શકે છે.
શંકરસિંહ વાઘેલાએ પોતાના 77માં જન્મ દિવસ પર કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. તેઓએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ મુક્ત થયા છે. અને કોઈ પક્ષમાં જોડાવાની નથી. જોકે પરિસ્થિતિ બદલાતા બાદમાં તેઓ એનસીપીમાં જોડાયા હતા. પોતાના 77માં જન્મ દિવસ પર શંકરસિંહ વાઘેલાએ સમસંવેદના કાર્યક્રમનું આયોજન કર્યું હતુ અને તેમાં તેઓએ કોંગ્રેસ મુક્ત થવા અને સક્રિય રાજકારણથી મુક્ત થવાની વાત કહી હતી.
13મી વિધાનસભાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહ્યા હતા.
શંકરસિંહ વાઘેલા એક સમયના મોદીના સાથીદાર ગણાતા હતા. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે. તેઓ 13મી વિધાનસભાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહ્યા હતા. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્ય પણ રહી ચુક્યા છે. ત્યાર પછી જનસંઘમાં જોડાયા. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ. તેમણે ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનની જવાબદારી ભર્યુ કાર્ય કર્યું હતુ. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.
બાપુએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી પોતાની સરકાર બનાવી હતી.
તેમણે 1977માં 6ઠ્ઠી, 9મી, 10મી, 13મી અને 14મી લોકસભામાં ચુંટાયેલા સંસદના સભ્ય તરીકે રહ્યા છે. તેઓ 1984 થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યાં. 1977 થી 1980 દરમિયાન તેમણે ગુજરાતમાં જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને 1980 થી 1991 સુધી તેમણે મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રમુખ તરીકે રહ્યા છે.
1995માં ભાજપ 121 બેઠક જીતીને સત્તામાં આવી હતી. ત્યારે તેઓ CMની દાવેદારીમાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું, પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલની CM તરીકેની પસંદગી કરી હતી. આ કારણે તેમનાં સમર્થકો ખુબજ નારાજ થયા અને વાઘેલા 20મી ઓગસ્ટ 1996ના રોજ, સમર્થકો સાથે, ભાજપથી અલગ થયા. ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી પોતાની સરકાર બનાવી અને ગુજરાતના 12મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી.
