લખનઉ – ઉત્તર પ્રદેશનું પાટનગર લખનઉનાં એરપોર્ટ બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ પોતાના સમર્થકોની પોલીસે ધરપકડ કતા ધરણા શરુ કર્યા છે. પ્રહલાદ મોદીએ લખનઉ પોલીસની કાર્યશૈલી સામે તેઓ ધરણા પ્રદર્શન શરુ કર્યુ. પ્રાપ્ત માહિતી અનુસાર પોતાના સમર્થકોની ધરપકડ થવાના કારણે નારાજ થયેલા પ્રહલાદ મોદીએ ધરણા પ્રદર્શન શરુ કર્યુ છે. સાથે જ તેમના સમર્થકોને છોડવામાં ના આવે તો ઉપવાસ આંદોલનની ધમકી પણ આપી છે.
પ્રહલાદ મોદીએ કહ્યું કે મારા સ્વાગત માટે એરપોર્ટ આવનારા 100 કાર્યકર્તાઓની લખનઉ પોલીસે અટકાયત કરી છે. જ્યાં સુધી આ તમામ કાર્યકર્તાઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી હું ધરણા પર બેસી રહીશ.
પ્રહલાદ મોદી પ્રયાગરાજ, જૌનપુર અને પ્રતાપગઢમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. જેના માટે તેઓ બુધવારે લખનઉ પહોંચ્યા અને ત્યાં આ હાઇ વોલ્ટેજ ડ્રામા શરુ થયો. તેમના સ્વાગત માટે સેંકડો કાર્યકર્તાઓ આવ્યા હતા. સ્વાગત માટે આવેલા સમર્થકોને પોલીસે એરપોર્ટ બહાર રોક્યા હતા. કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ અને પરિણામે કેટલાકની પોલીસે અટકાયત કરી છે.