Sun. Feb 28th, 2021
             

વડોદરા –         પ્રાપ્ત માહિતી અનુસાર MBA સ્નાતક યુવતીના લગ્ન આર્મીમાં મેજર તરીકે ફરજ બજાવતાં યુવક સાથે થયા બાદ મકાનના બાંધકામ માટે પિયરમાંથી 50 લાખ રૂપિયા લઇ આવવા દબાણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવા મામલે પતિ તથા સાસુ સસરા વિરૂદ્ધ પરિણીતાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2017 દરમિયાન મીત બંકિમ ભાઇ સુતરીયા (રહે – અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. જ્યારે યુવતીએ એમબીએ સુધીનો અભ્યાસ કરેલ છે.

લગ્ન દરમિયાન પિતાએ જમઈ મીત બંકિમભાઈ સુતરીયાને 20 લાખ રૂપિયાના દાગીના તેમજ ઘરવખરીનો સામાન ભેટ તરીકે આપ્યો હતો. ફરિયાદીનો પતિ મીત આર્મીમાં મેજર તરીકે મેરઠ યુપી ખાતે ફરજ બજાવે છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે લગ્ન બાદ પતિ તેમને પણ મેરઠ લઈ ગયો હતો જ્યાં વહેલી સવારે ઉઠી જવા માટે દરરોજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ મળતા યુવતીના પિતા સંસાર ના બગડે તે માટે મામલો થાળે પાડતા રહ્યા હતા. ત્યારબાદ મીત અને પરિવારે મકાનનો ઉપરનો માળ બનાવવા 50 લાખ રૂપિયા યુવતીને તેના પિતાજી પાસેથી લઈ આવવા દબાણ કર્યું હતું. યુવતીએ પૈસા લાવવાની ના પાડતા તેના પતિએ વાળ ખેંચી માર માર્યો હતો અને 50 લાખ રૂપિયા લાવીશ તો જ તને રાખીશ નહીં તો ડિવોર્સ જોઈએ છે તેવી ધમકી આપી પત્નીને અમદાવાદ પિયર મૂકી પતિ જતો રહ્યો હતો.

ત્યારબાદ લગ્નમાં મળેલા દાગીના બેન્કના લોકરમાં મૂક્યા હોય તેની પણ ચાવી આપી ન હતી. ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે પતિ મિત, સાસુ દર્શનાબેન અને સસરા બંકિમ ભાઈ વિરૂદ્ધ સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *