Tue. Mar 9th, 2021
  • ફતેપુરામાં સ્વચ્છ ભારત મિશનને લાગ્યો ગ્રહણ
  • જાહેર શૌચાલયના અભાવે ખુલ્લામાં શોચક્રિયા કતા પંથકવાસીઓ
  • સ્થાનિક વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે નર્કાગાર જેવી પરિસ્થિતિ
  • સમસ્ત ફતેપુરામાં  જાહેર શૌચાલય નથી.
  • તાલુકાના ગામડાઓમાંથી આવતી પ્રજાને વેઢવી પજતી મુશ્કેલી.
             

ફતેપુરા તાલુકાના મુખ્ય ફતેપુરા નગરમાં કોઈપણ જગ્યાએ એકપણ જાહેર શૌચાલય જોવા મળતું નથી. શૌચાલય વગર જાહેર જનતાને બારે તકલીફ વેઠવી પડે છે. ફતેપુરા તાલુકાનું મુખ્ય મથક છે. તાલુકામાં 96 ગામનો સમાવેશ છે. તેમજ આશરે ત્રણ લાખ જેટલી વસ્તી સમસ્ત તાલુકાની છે. ફતેપુરામાં વિવિધ સરકારી કચેરીઓ આવેલ હોવાથી કચેરીના કામકાજના અર્થે પ્રજા આવતી હોય છે. તે ઉપરાંત આદિવાસી લોકો ગામડાઓમાંથી તાલુકા મથકે પોતાનું રાસન-પાણી એટલે કે ઘરવપરાશ અને ખેતીને લગતી પ્રાથમિક જરૂરીયાતોની વસ્તુઓ ખરીદવા અવારનવાર આવતા હોય છે. નગરમાં એકપણ શૌચાલય ન હોવાથી ગાડાઓમાંથી આવતી જનતાને ભારે હાડમારીનો સામનનો કરવો પડતો હોય છે. ખાસ કરીને મહિલાઓ માટે મુશ્કેલી સર્જાતી હોય છે. જાહેર જનતા રોડના આસપાસે કચરાના ઢગલામાં જ શૌચ કરતા દેખાય છે. જેનાથી વધુ ગંદગી વધી છે.

સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર શૌચાલય બનાવવા માટેનું અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ તાલુકાના મુખ્ય મથક પર એક પણ જાહેર શૌચાલય ન હોવાથી આમ પ્રજાને કેટલી તકલીફ પડતી હશે. વહીવટી તંત્ર ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા વિચાર કરવામાં આવે. મૂળભૂત પ્રાથમિક જરૂરિયાત પ્રત્યે આખ આડા કાન કરવામાં આવે છે. ફતેપુરા તાલુકાની પ્રજા નગરમાં એક જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ કરી રહી છે.

          આ સ્વચ્છતા અભ્યાનમાં જનતા ન્યુઝ પણ સરકારી તંત્રના મુખ્ય અધિકારીઓથી વિનંતી કરે છે ઝડપથી લોકોની પરિસ્થિતિને સમજીને યોગ્ય ઘટતું કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *