ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ વાગતાંની સાથે જ AIMIM દ્વારા ગુજરાતમાં ચૂંટણી લડવાનું એલાન કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાતમાં BTP સાથે AIMIMનું ગઠબંધન થયું હતું. અગાઉ ચાર ફેબ્રુઆરીએ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી આવવાની સંભાવના હતી. પણ હવે તેઓ 7 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે. અને ભરૂચ તેમજ અમદાવાદમાં સભાઓને સંબોધન કરશે.