Sun. Feb 28th, 2021
             

મહુવા પોલીસ સ્ટેશનના ઇજા કરી, ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદીના કારના કાચ તોડી નુકશાન કરેલ ગુન્હામાં બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી મહુવા સર્વેલન્સ સ્કોડ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.એચ.જાડેજા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.ઝાલા સાહેબનાઓએ મહુવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને ભાવનગર જીલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ મહુવા પો.સ્ટે. સર્વેલન્સ સ્કોર્ડના માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૦૨/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૨૭ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી આસીફ ઉર્ફે નાગણી ઉસ્માનભાઇ ડફેર રહે.મહુવાવાળો ક્રીમ કલરનુ ટી-શર્ટ અને બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરીને મહુવા-વાઘનગર રોડ હેન્ડલનગર ખારામા પોતાના ઘર પાસે ઉભેલ છે. જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામઠામ પુછતા આસીફ ઉર્ફે નાગણી ઉસ્માનભાઇ કાળવાતર (ડફેર) ઉ.વ.૩૨ ધંધો. ડ્રાઇવીંગ રહે.હેન્ડલનગર ખારો,મહુવાવાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે અંગે રેકર્ડ ઉપર ખરાઇ કરતા મજકુર ઇસમ વિરૂધ્ધ * મહુવા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૦૨/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૨૭ વિ. મુજબનો ગુન્હો નોધાયેલ હોય અને સદરહું ગુન્હાના કામે મજકુર ઇસમ નાસતો ફરતો હોય, જેથી મજકુર ઇસમ સામે ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. લાવી ત.ક.અધિ શ્રી ને સોપી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં ના.પો.અધિ.શ્રી આર.એચ.જાડેજા સા. મહુવા વિભાગ,મહુવા તથા મહુવા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.ઝાલા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફનાં હેડ કોન્સ. વી.એન.રાણા તથા હેડ કોન્સ. ડી.આર.ગોહિલ તથા પો.કોન્સ. બનેસંગભાઇ મોરી તથા પો.કોન્સ. દીલીપભાઇ વંકાણી તથા પો.કોન્સ. અબ્દુલભાઇ સોલંકી તથા પો.કોન્સ. રાજુભાઇ વાઘેલા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ કાચરીયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *