Sun. Mar 7th, 2021
             

છેલ્લાં તેર વર્ષથી ઘોઘા રોડ પો.સ્ટે.નાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીઓને મધ્યપ્રદેશ રાજયમાંથી ઝડપી પાડતીભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી

પોલીસ મહાનિર્દેશક શ્રી અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી,ગુજરાત રાજયનાંઓ તરફથી રાજયનાં પોલીસ સ્ટેશનનાં ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલ સિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો તથા કે.બી.જાડેજા પો.ઇન્સ. એસ.ઓ.જી.,ભાવનગર તથા એસ.ઓ. જી.ને આ ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

જે સુચના અન્વયે એલ.સી.બી./એસ.ઓ.જી. સ્ટાફનાં સંયુકત માણસોની અલગ-અલગ ટીમો બનાવી ગુજરાત રાજય નાં અલગ-અલગ શહેરોમાં તથા અલગ-અલગ રાજયોમાં જવા રવાના કરવામાં આવેલ.આ ડ્રાઇવ દરમ્યાન મધ્યપ્રદેશ ખાતે નાસતાં-ફરતાં આરોપીઓ પકડવા માટે મોકલી આપેલ ટીમને મળેલ માહિતી મુજબ તેઓએ છેલ્લાં તેર વર્ષથી નાસતાં-ફરતાં આરોપી (૧) લખનસીંગ દ્વારીકાપ્રસાદ બધેલ (૨) રાજવીરસિંગ લાખનસિંગ બધેલ (૩) શ્રીમતી વા/ઓ લાખનસિંગ બધેલ રહે.તમામ કચ્છપુરા તા.મહેગા થાના-બરાસો મધ્યપ્રદેશનાંઓની તેઓનાં વતનમાં હોવાની બાતમી આધારે તેઓની તા.૦૨/૦૨/૨૦૨૧નાં રોજ તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી
(૧) લખનસીંગ દ્વારીકાપ્રસાદ બધેલ ઉ.વ.૭૦ (૨) શ્રીમતી વા/ઓ લાખનસિંગ દ્વારીકા પ્રસાદ બધેલ ઉ.વ.૬૫ (૩) રાજવીરસિંગ લાખનસિંગ બધેલ રહે. તમામ કચ્છપુરા તા.મહેગા થાના- બરાસો જી.ભીંડ રાજય- મધ્યપ્રદેશ નાંઓ હાજર મળી આવતાં તેઓને હસ્તગત કરી ભાવનગર ખાતે લાવી ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી.જાડેજા તથા એસ.ઓ.જી.નાં પોલીસ ઇન્સ.શ્રી કે.બી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી. બી સ્ટાફનાં પો. કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા,બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા તથા એસ.ઓ.જી. સ્ટાફનાં હેડ કોન્સ. પી.ડી. ગોહિલ, પો.કોન્સ ભરતભાઇ સાંખટ તથા ડ્રાયવર જાહિદભાઇ વિગેરે માણસો જોડાયા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *