Sat. Mar 6th, 2021
             

સુરતના મોરાભાગળ ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સોસાયટીના રહીશોએ બેનરો લગાવી રાજકીય આગેવાનો પર પ્રતિબંધ મૂક્યો છે. 5 વર્ષ દરમિયાન કોર્પોરેટર દ્વારા સોસાયટીના રોડ રસ્તાથી લઈ પ્રાથમિક સુવિધા નહિ આપવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે.

સુરત સહિત મહાનગરોમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે તે પૂર્વે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના રાંદેર મોરાભાગળ ખાતે દુર્ગાપુરી સોસાયટીના રહીશોએ રાજકીય આગેવાનો પર સોસાયટીમાં પ્રવેશ બદલ પ્રતિબંધ મૂક્યો છે. સોસાયટીમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જતા હોવાની ફરિયાદ સ્થાનિક રહીશોએ ઝોન કચેરી અને પાલિકા કચેરીએ વખતોવખત કરી હતી.

આ ઉપરાંત સોસાયટીમાં રસ્તો પણ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં આ માટેની કોઇ પણ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ બેનર લગાવી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *