અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગની એક હોટલ પર ટ્રક ચાલકો વચ્ચે થયેલ મારમારીમાં એક ટ્રક ચાલકની હત્યા કરી દેવતા ચકચાર મચી જવા પામી હતી.
ચકચારી બનાવની માલતિ વિગતો અનુસાર મહારાષ્ટ્રના ઓરંગાબાદનો રહેવાસી ટ્રક ચાલક રામલાલ જાદવ ગોંડલથી ટ્રકમાં ડુંગળી ભરી આંધ્રપ્રદેશ જવા નીકળ્યો હતો. દરમ્યાન તારાપુર ચોકડી નજીક મહારાષ્ટ્રની અન્ય એક ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાઈ હોય તેના ડ્રાઈવરને રામલાલે લિફ્ટ આપી હતી. દરમ્યાન અંકલેશ્વર નજીકની હોટલ પર બન્ને ટ્રક ચાલક રોકાયા હતા.
આ સમયે રામલાલ અને અન્ય ટ્રકના ચાલક પ્રવીણ સાળુકે વચ્ચે કોઈક બાબતે માથાકૂટ થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા પ્રવીણ સાળુકેએ રામલાલને માથાના ભાગે માર મારતા તેનું મોત નીપજયું હતું. આ તરફ આરોપી હત્યાના ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. શહેર પોલીસે આરોપી સામે હત્યા અંગેનો ગુનો નોધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.