બાપુનગર વિસ્તારમાં છેડતી, ચાલુ રીક્ષામાં નરાધમોએ મહિલા સાથે કર્યા શારીરિક અડપલા

             

જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઇ ગયા

અમદાવાદ શહેરમાં છેડતીની ઘટના સામે આવી છે. રીક્ષામાં બે નરાધમોએ મહિલાને શારીરિક અડપલા કર્યા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી ભાગી ગયા હતા. મેઘાણીનગરમાં રહેતી મહિલા રીક્ષામાં બેસી ઘરે જતી હતી ત્યારે બે યુવકો રીક્ષામાં જ મહિલા સાથે શારીરીક અડપલા કરી મહિલા તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી મહિલાએ મહિલા હેલ્પલાઈનનો સહારો લઈ બાપુનગર પોલીસ સ્ટેશનમાં બે લોકોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શારીરીક અડપલા અને ધાકધમકીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

ફરિયાદ મુજબ, મેઘાણીનગરમાં રહેતી 34 વર્ષીય હેમાલીબેન (નામ બદલેલ છે) તેમના સમાજના આગેવાન વિજયભાઈ પટણીને મળવા માટે મળવા માટે સરસપુર ગઈ હતી. જો કે વિજયભાઈ ત્યાં મળ્યા ન હોવાથી હેમાલીબેન બીજા કામ પતાવવા બાપુનગર ભીડભંજન ખાતે ગયા હતા. ત્યાંથી ઘરે જવા માટે રીક્ષામાં બેઠા હતા. જો કે રીક્ષામાં પહેલેથી મોઢે રૂમાલ બાંધી બે યુવકો બેઠા હતા. રીક્ષા ચાલક અલગ રસ્તે લઈ જતો હોવાનું જણાતા હેમાલીબેને કેમ અલગ રસ્તે લઈ જાવ છો તેમ કહ્યું હતુ.

જો કે રીક્ષામાં બેઠેલા બંન્ને યુવકોએ તેમના મોઢા પરથી રૂમાલ હટાવી હેમાલી બેનની શારીરક છેડછાડ કરવા લાગ્યા હતા.જો કે હેમાલી બહેન તે બંન્ને યુવકોને ઓળખી ગયા હતા, જેમાં એક યુવક તેમના સમાજના આગેવાનનો દિકરો વિશાલ અને બીજો તેમના માસીના દિકરાનો સાળો સાગર હતા. જેથી હેમાલી બેને રીક્ષામાંથી ઉતરવા ગયા ત્યારે વિશાલ અને સાગર બંન્ને હેમાલી બહેનનો હાથ પકડી ફરીથી શારીરીક અડપલા કરવા લાગ્યો ત્યાર બાદ બંન્ને ભેગા થઈને હેમાલી બહેનને ધમકી આપી હતી કે, તારા માસીના દિકરાના છુટાછેડાની મેટરમાં વચ્ચે પડીશ તો તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ.

આ દરમિયાન આરોપીઓએ મહિલાએ સાથે ઝપાઝપી કરતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ મહિલાએ બૂમાબૂમ કરતા આરોપીઓ ભાગી ગયા હતા. તો બીજી તરફ મહિલાને આંગળીમાં ઇજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. આ ઘટના બાદ મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી સમગ્ર આપવીતી જણાવી હતી. ત્યારબાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ મામેલે બાપુનગર પોલીસે વિશાલ પટણી અને સાગર પટણી સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગુજરાત વિધાનસભાના સ્પીકર બન્યા વોર્ડ કક્ષાના ચૂંટણી પ્રભારી

Sat Feb 6 , 2021
Post Views: 66               વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ દરેક વોર્ડ કક્ષાએ ચૂંટણી પ્રભારી તરીકે ધારાસભ્યો અને અને સંસદ સભ્યની નિમણૂક કરી છે જેમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે રાજેન્દ્ર ત્રિવેદી ની વોર્ડ નંબર 16 માં નિમણૂક કરતા વિવાદ સર્જાયો […]

You May Like