વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ દરેક વોર્ડ કક્ષાએ ચૂંટણી પ્રભારી તરીકે ધારાસભ્યો અને અને સંસદ સભ્યની નિમણૂક કરી છે જેમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે રાજેન્દ્ર ત્રિવેદી ની વોર્ડ નંબર 16 માં નિમણૂક કરતા વિવાદ સર્જાયો છે.
ગુજરાત વિધાનસભાના રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ભાજપમાં રાજીનામું આપ્યું હતું અને તેઓને વિધાનસભાના અધ્યક્ષ બનાવ્યા હતા. પ્રોટોકોલ મુજબ કેવો ભારતીય જનતા પાર્ટીના રાજકીય કાર્યક્રમોમાં હાજરી પણ આપતા ન હતા પરંતુ તાજેતરમાં મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓએ હાજરી આપતા વિવાદ સર્જાયો હતો ત્યારબાદ હવે વડોદરા ભાજપ પ્રમુખે રાજેન્દ્ર ત્રિવેદી ની વોર્ડ નંબર 16 ના ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવતા ફરી એક વાર વિવાદ સર્જાયો છે.
કાર્યકર્તાઓ માં ચાલતી ચર્ચા મુજબ વિધાનસભાના અધ્યક્ષ તરીકે તેઓ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ બેસી શકે નહીં તેમ છતાં તેઓએ હાજરી આપી હતી અને હવે વોર્ડ નંબર 16 માં કોંગ્રેસના ઉમેદવાર જેઓ સતત સાત ટર્મથી કોર્પોરેશનમાં જીત મેળવી રહ્યા છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવની પેનલને હરાવવા માટે રાજેન્દ્ર ત્રિવેદીની ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક કરી છે.
વોર્ડ નંબર 15માંથી ભારતીય જનતા પાર્ટીના વાઘોડિયાના ધારાસભ્યના પુત્રએ બળવો કર્યો અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેઓને પણ હરાવવા માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાને વોર્ડ નંબર 15ના ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક આપી છે. એટલું જ નહીં વોર્ડ નંબર એકમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ જીતી હતી. આ વખતે પેનલ હારે તે માટે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાની નિમણૂક કરવામાં આવી છે. વોર્ડ નંબર 18માં કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ ઝવેરી સતત છ ટર્મ થી જીતી રહ્યા છે. તેઓને હરાવવા માટે નર્મદા રાજ્ય મંત્રી અને માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને ચૂંટણી પ્રભારી બનાવાયા છે.