Tue. Mar 2nd, 2021
             

 

દાંતા તાલુકો એક અંતરિયાળ વિસ્તાર આવેલો છે તેમાં ગામડા માટે મોબાઈલ હેલ્થ યુનિટ એમ્બ્યુલન્સ મૂકવામાં આવી હતી જે ગામડાઓમાં ફરીને પ્રાથમિક આરોગ્ય ની સેવાઓ પૂરી પાડતી હતી મોબાઈલ હેલ્પ યુનિટ એમ્બ્યુલન્સ પાંચ વર્ષ પુરા થતા તેની ઉજવણી કરવામાં આવી હતી મોબાઈલ એમ્બ્યુલન્સ દ્વારા પાંચ વર્ષમાં 9740 લોકો એ લેબ ટેસ્ટ કરાવ્યા હતા અને 94178 દર્દીઓને આરોગ્ય સેવા ઓનો લાભ લીધો હતો મોબાઈલ હેલ્પ યુનિટ ને પાંચ વર્ષ પૂરા થતાં તેમણે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી ની અંદર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૈલાશ બેન ડાભી તથા પાયલોટ કિશન સિંહ દેવડા લેબ ટેકનિશિયન વંદન ભાઈ પટેલ ફાર્મ શિસ્ટ સંદીપ સોલંકી તાલુકા હેલ્થ ઓફિસર જગદીશભાઈ ચૌહાણ તથા 108 નો સ્ટાફ દાંતા તાલુકા ના સી.એચ.સી સેન્ટર નો સ્ટાફ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો હતો એમ્બ્યુલન્સ ગામડાઓમાં મોબાઈલ હેલ્થ યુનિટ તરીકે સેવા ઓ આપે છે તેનાથી ગરીબ લોકોને ઘેર ઘેર ઈલાજ થાય છે તે માટે લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *