ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી સુરત તરફ જતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર વહેલી સવારે 2 ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બન્ને ટ્રકના ડ્રાઇવરોને ઇજા પહોચતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરથી સુરત તરફ જતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક વહેલી સવારે કોલસાનો જથ્થો ભરીને જતી હાઇવા ટ્રકને અકસ્માત નડ્યો હતો. જેમાં રોંગ સાઇડ પરથી પૂરઝડપે આવતી ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કોલસો ભરીને જતા હાઈવા ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી.
અકસ્માતના પગલે બન્ને ટ્રક રોડ ઉપરથી નીચે ઉતરી જઈ પલટી મારી ગઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં બન્ને ટ્રકના ડ્રાઇવરોને ઇજાઓ પહોચી હતી, ત્યારે બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.