Sat. Mar 6th, 2021
             

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે સુરત કૉંગ્રેસ કાર્યાલયમાં તોડફોટ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. ચૂંટણી સમયે ટિકિટ નહીં મળતા આવી તોડફોડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

મીડિયાને મળતી માહિતી પ્રમાણે, કૉંગ્રેસના કાર્યકરોએ પોતાના નામની છેલ્લે સુધી રાહ જોઇ પરંતુ અંતે પક્ષે આયાતી ઉમેદવારો એટલે કે ભાજપમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા કાર્યાલયમાં તોડફોડ કરીને કાર્યકર્તાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યાનું કહેવાઇ રહ્યું છે. જેના કારણે કૉંગ્રેસમાં પણ ખળભળાટ મચી ગયો છે.

કૉંગ્રેસની અંદરનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાર્યકર્તાઓમાં ટિકિટ વહેંચણી અંગે ભારે નારાજગી વ્યાપી રહી છે. સુરત શહેરના પૂર્વ પ્રમુખ શંભુ પ્રજાપતિ કૉંગ્રેસ કાર્યાલયની બહાર ધરણાં પર બેઠા છે. કૉંગ્રેસ બચાવોના અભિયાન સાથે તેઓ ધરણાં પર બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *