દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી 56 લાખ 36 હજારથી વધુ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને હેલ્થ વર્કર્સને વેક્સિન લગાવવામાં આવી છે. જેમાં 28 લોકોને વેક્સિનેશન પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ 28 લોકોમાં અત્યાર સુધી 19 લોકોને સારવાર પછી ડિસ્ચાર્જ કરી દેવાયા, જ્યારે 9 લોકો મોત પણ નીપજ્યાં. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. મંત્રાલયનું કહેવું છે કે આ મોત વેક્સિનના કારણ નથી થયા, પણ તમામના મોત પાછળ અલગ અલગ કારણ છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 13 રાજ્યોમાંથી 60 ટકા હેલ્થ કેર વર્કસને વેક્સિન આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, દેશમાં કોરોનાની વધુ 7 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. જેમાં 3 વેક્સિન એવી છે જેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે.