Sun. Feb 28th, 2021
             

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં વિદેશી હસ્તીઓના ટ્વીટના જવાબમાં એકતાની વાત કરી હતી. સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારતીય સંપ્રભુતાથી કોઈ પણ પ્રકારની સમજૂતી નહીં થાય અને વિદેશી તાકાતો તેનાથી દૂર રહે.

તેંડુલકરે કહ્યું કે, ભારતના આંતરિક મામલામાં વિદેશી તાકાતોની ભૂમિકા દર્શક સુધી જ સીમિત છે ન કે હિસ્સેદારની. તેઓએ દેશવાસીઓને એકજૂથ રહેવાની પણ અપીલ કરી. સચિન તેંડુલકરના આ ટ્વીટ પર રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ ક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતીય સેલિબ્રિટીઝના સ્ટેન્ડને લઈને લોકોએ અલગ-અલગ વાતો કહી છે. મારી સચિન તેંડુલકરને સલાહ છે કે બીજા ક્ષેત્રના વિષયો પર ટ્વીટ કરતી વખતે સતર્કતા રાખે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે શનિવારે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારને આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરનારી વિદેશી હસ્તીઓ પર વળતો હુમલો કરવા માટે ચલવવામાં આવેલા પોતાના અભિયાનમાં લતા મંગેશકર અને સચિન તેંડુલકરને નહોતા ઉતારવા જોઈતા હતા. એવામાં આ હસ્તીઓને પણ સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડ્યો. તેઓએ આરોપ લગાવ્યો કે સરકારને પોતાના અભિયાન માટે અક્ષય કુમાર જેવા અભિનેતાઓનો ઉપયોગ કરવા સુધી સીમિત રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *