ભારતીયો માટે અમેરિકામાં નોકરીનો રસ્તો ખોલનારા H-1B વિઝાનું રજિસ્ટ્રેશન 9 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. અમેરિકન સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. વિદેશી પ્રોફેશનલ્સને કામ માટે વિઝા જાહેર કરવાની પરંપરાગત લોટરી વ્યવસ્થાને યથાવત્ રાખવાનું એલાન કર્યુ હતું. USCICએ એલાન કર્યુ હતું કે નાણાકીય વર્ષ 2022ના H-1B વિઝા માટે રજિસ્ટ્રેશન 9 માર્ચે બપોરથી શરૂ થશે. 25 માર્ચ બપોર સુધી કાર્યક્રમ ચાલશે.
આઈટી કંપનીઓ માટે આ વિઝા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કોઈ ક્રમ વિના રજિસ્ટ્રેશનની પસંદગી પામેલા લોકોની જાણકારી 31 માર્ચ સુધીમાં આપશે. H-1B વિઝા માટે પસંદ થયેલા લોકો અમેરિકન નાણાકીય વર્ષના પ્રારંભે 1 ઓક્ટોબરથી પોતાની નવી જોબ શરૂ કરી શકશે. અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે આઈટી ક્ષેત્રે કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને એચ-1બી વિઝા આપવા માટેની કમ્પ્યુટરાઇઝ્ડ લોટરી સિસ્ટમ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે અમેરિકન કોર્ટે ટ્રમ્પના આ નિર્ણયને રદ કર્યો છે.