Mon. Mar 8th, 2021
             

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત ભાજપના નવાં સંગઠન માળખામાં તથા અમદાવાદ મહાનગરપાલિકામાં ટિકિટોની વહેંચણીના મુદ્દાને લઈને અમિત શાહના સમર્થકોમાં ખૂબ અસંતોષ છે. તેને ખાળવા માટે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. સોમવારે આ મુદ્દે શાહ પ્રદેશના નેતાઓ તથા પોતાના સમર્થકો સાથે બેઠકો કરશે.

ભાજપ દ્વારા અપાયેલી ટિકિટમાં બ્રાહ્મણ સમાજને થયેલા અન્યાયના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં વાસણા, વેજલપુર અને નવરંગપુરામાં બ્રહ્મ સમાજના મતદારોની સંખ્યા વધુ હોવા છતાં પણ ટિકિટ ફાળવણીમાં અન્યાય થયાની ફરિયાદો ઉઠી છે. તેમજ અમિત શાહ અમદાવાદ શહેર ભાજપના સંગઠન, તેમજ પાલિકાની ચૂંટણી બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનની વરણીના મુદ્દાઓની ચર્ચા કરવા જ ખાસ અમદાવાદ આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *