ચમોલી જિલ્લાના રેણી ગામમાં ઉપર વાળી ગલી તૂટી ગઈ છે જે કારણે આ પાવર પ્રોજેક્ટ ઋષિ ગંગાની ભારે નુકસાન થઇ રહ્યું છે. સાથે જ ધૌલીગંગા ગ્લેશિયર તબાહી સાથે તપોવનમાં બૈરાજને ભારે નુકસાનની સૂચના મળી રહી છે. પ્રશાસનની ટીમ ઘટનસ્થળે રવાનાથઇ ગઈ છે. હાલની સ્થિતિ સ્પષ્ટ થઇ શકી નથી આ તબાહીમાં કેટલું નુકસાન થયું છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રૈનીમાં ગ્લેશિયર ફાટ્યાની માહિતી છે. કહેવાય છે કે ગ્લેશિયલ ફાટવાથી ધૌલી નદીમાં પૂર આવી ગયું છે. આથી ચમોલીથી હરિદ્વાર સુધી ખતરો વધી ગયો છે.
ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા,ધૌલી નદીમાં પૂર આવી ગયું#Uttrakhand #flood #glacier pic.twitter.com/8VcgfRORqf
— JantaNews360 (@JantaNews360) February 7, 2021
અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવતા 200થી વધુ લોકો તણાયાની આશંકા છે. હાલ ચમોલી જિલ્લાના નદી કિનારે વસતા લોકોને પોલીસ લાઉડસ્પીકરથી એલર્ટકરી રહ્યા છે. ઋષિગંગા પાવર પ્રોજેક્ટને મોટાપાયે નુકસાન થયાની આશંકા છે.