Fri. Mar 5th, 2021
             

હળવદ ધાંગધ્રા હાઈવે રોડ પર કવાડીયા ગામ પાસે ભરેલી ટ્રકમાં આગ લાગી
હળવદ ધાંગધ્રા હાઈવે રોડ પર કવાડીયા ગામ પાસે કોલસા ભરેલી ટ્રકમાં કોઈ અગમ્ય કારણોસર ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.આ બનાવની જાણ થતા ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી જઇ આગ ઓલવવા જવાની તજવીજ હાથ ધરી હતી જોકે ટ્રક‌ચાલકનો‌ આબાદ બચાવ થયો હતો.
હળવદ ધાંગધ્રા હાઈવે પર અવાર નવાર અકસ્માતની ધટના બનતી રહે છે ત્યારે હળવદ નજીક આવેલ ‌કવાડીયા ગામ‌ પાસે મોરબી થી ધાંગધ્રા તરફ જતો કોલસાભરેલો ટ્રકમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જે આગની જાણ ટ્રકના ડ્રાઇવર થતાં ટ્રક ચાલક ટ્રક ઊભો રાખીને નીચે ઉતરી જતા ડ્રાઈવર નો આબાદ બચાવ થયો હતો.આ બનાવની જાણ પોલીસને થતા ફાયર ફાઈટરની જાણ કરતા ફાયર ફાઈટર દ્વારા આગ કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *