કોરોનાનો કેર ઘટતાં રાજ્યમાં શૈક્ષણિક કાર્ય ક્રમશઃ અનલોક થઇ રહ્યું છે. ત્યારે હવે આજથી રાજ્યની તમામ કોલેજોમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ થયા છે. અન્ય ધોરણના વર્ગોની જેમ કોલેજના વિદ્યાર્થીઓએ પણ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે કોલેજમાં ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સેફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યુ. 10 મહિનાના લાંબા સમય બાદ કોલેજના પ્રથમ વર્ષનો અભ્યાસ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આજથી હોસ્ટેલ પણ શરૂ થવા જઇ રહી છે. હોસ્ટેલ પુન: શરૂ કરતાં પહેલાં તકેદારીના પગલાં રૂપે હેન્ડ સેનિટાઇઝર સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય જરૂરી પગલાંઓ સુનિશ્ચિત કરવાના રહેશે. હોસ્ટેલ માટે જાહેર થયેલી એસઓપીમાં જણાવ્યા મુજબ હોસ્ટેલમાં એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવાની મંજૂરી આપવામાં નહીં આવે. એટલું જ નહિ કોવિડ-19ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી.
ઉલ્લેખનીય છે કે અગાઉ 11 જાન્યુઆરીથી પ્રથમ તબક્કે તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ… પીએચડી… એમ.ફીલ.ના અભ્યાસક્રમો તેમજ મેડિકલ.. પેરામેડિકલ અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાઇનલ યરના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો શરૂ થઇ ચૂક્યા છે. હવે આજથી રાજ્યની તમામ કોલેજોમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ થશે.