ગાંધીનગરના સાંતેજ ગામમાં નિમેષ પટેલ નામના વ્યક્તિએ વકીલની ખોટી ઓળખ આપી ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે. ત્યારે આજરોજ આ ખેડૂતો દ્વારા પોતાની વાત મીડિયા સમક્ષ કરવામાં આવી હતી જો કે ખેડૂતો દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.પંરતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ખેડૂતોને કોઈજ સુવિધાઓ પણ આપવામાં આવી નથી નિમેષ પટેલ દ્વારા ખેડૂતોને કોઈ રકમ આપવામાં આવી નથી. ત્યારે ખેડૂતોઓએ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે મીડિયા સમક્ષ ગુહાર લગાવવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરીઆદ દાખલ થવી જોઈએ.
મહત્વની વાત એ છે કે, પ્રેસ વાર્તા દરમિયાન ખેડૂતોના વચ્ચે નિમેષ પટેલએ એક યુવા છોકરાને આ પ્રેસ વાર્તામાં થતી ગતિવિધિઓ અને માહિતીઓ ની જાણકારી મેળવવા માટે મોકલ્યો હતો જો કે છોકરા પર શક થતા યુવક નો ફોન ચેક કરતા નિમેષ સાથે વાતચીતના પુરાવા મળી આવ્યા હતાં યુવકને ઘટના સ્થળેથી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો, તેટલું જ નહિ યુવક પાસેથી ખેડૂતો સાથે ઉબરેલા ખાનગી ચેનલ પત્રકારના પુત્ર ના ફોટા મળી આવ્યા હતા.જેથી સ્પસ્થ થયું હતું છે નિમેષ પટેલ ખેડૂતોના હક માટે લડી રહેલા પત્રકારને અને તેમના પરિવારજનોને હાની પોચાડવાની પૂરી તૈયારી કરી હતો.
વધુમાં JANTANEWS360 ને પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે જે છોકરો આ પત્રકાર પરિષદમાં મોકલવામાં આવ્યો હતો એ કલમ ૩૦૨નો આરોપી છે અને ફરાર હતો.