રાજકોટ શહેર તા.૧૦/૨/૨૦૨૧ ના રોજ D.C.B P.I વી.કે.ગઢવી ના માર્ગદર્શન હેઠળ P.S.I પી.એમ.ધાખડા અને ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન કુલદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, અમિતભાઇ અગ્રાવત ને મળેલી બાતમી આધારે મયુરભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઈ ડાંગર, સંજયભાઈ રૂપાપરા ને સાથે રાખીને ભાવનગર રોડ રાજ સમઢિયાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી મૂળ રાજકોટના સ્લ્મ ક્વાટરના હાલ ભાવનગરના મહુવા ગામે રહેતા યાકુબ ઇશાભાઈ જુશબભાઈ મોટાણી ને એક દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીસ સાથે દબોચી લીધો હતો. યાકુબ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ભરણપોષણ ની પત્નીએ ફરિયાદ નોંધાવ્યા બાદ ૨ વર્ષથી વોન્ટેડ હતો. હથિયાર અંગે પૂછતાછ કરતા પોતાને સાસરિયા સાથે માથાકૂટ ચાલતી હોવાથી M.P ના ઇસુરી ગામના રાજેશસિંગ રાજાવત પાસેથી લીધું હોવાની કબૂલાત આપતા પોલીસે સપ્લાયરની પણ શોધખોળ હાથ ધરી છે. પોલીસે હથિયાર, કાર્ટીસ અને ફોન મળી ૧૭,૨૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.