Sun. Feb 28th, 2021
             

રાજકોટ શહેર રેન્જ D.I.G સંદીપસિંઘનું ફેસબૂક એકાઉન્ટ હેક.

રાજકોટ શહેર તા.૧૦/૨/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરના રેન્જ D.I.G સંદિપસિંઘના નામનું બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી તેમના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં જેણે રિકવેસ્ટ સ્વીકારી તેને પૈસાની મદદ માટેના મેસેજ મોકલી ઠગાઇનો પ્રયાસ કરતાં ચર્ચા જાગી છે. આ મામલે રૂરલ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતાં તપાસ શરૂ કરી છે. તો રેન્જ D.I.G સંદિપસિંઘે જણાવ્યું હતું તેમનું ફેસબુક એકાઉન્ટ કોઇએ હેક નથી કર્યું પરંતુ તેમના નામનું નવું જ ફેસબુક એકાઉન્ટ બનાવી લીધુ હતું. અને તેમના જ મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાની શરૂઆત કરી હતી. રિકવેસ્ટ સ્વીકારનારાઓને એમ થયું હતું કે D.I.G એ નવું એકાઉન્ટ બનાવ્યું હશે. એ પછી જેણે જેણે નવા એકાઉન્ટની રિકવેસ્ટ સ્વીકારી હતી. તેમને પૈસાની મદદ માટેના મેસેજ મળવા માંડ્યા હતાં. એક મિત્રએ સંદિપસિંઘને જાણ કરતાં તેઓ પણ ચોંકી ગયા હતાં. તેમણે સાયબર ક્રાઇમને જાણ કરી હતી. રૂરલ સાયબર ક્રાઇમના P.I ડોડીયા અને ટીમ તાકીદે કામે લાગતાં બોગસ એકાઉન્ટ ઉભુ કરનારે આ એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. તેને શોધી કાઢવા તપાસ શરૂ થઇ છે. આ અંગે ફેસબૂકને પણ જાણ કરવામાં આવી છે. આ રીતની છેતરપીંડીના બનાવો સમયાંતરે બનતા રહે છે. ત્યારે હવે ખુદ રેન્જ D.I.G ના નામે છેતરપીંડીનો પ્રયાસ થતાં ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *