Sun. Feb 28th, 2021
             

નેત્રંગ તાલુકાનાં આજોલી ગામે ધર આંગણે બાંધેલ પાડી ઉપર દીપડાએ રાત્રિના સમયે હુમલો કરતા પંથકનાં પશુપાલકો સહિત ખેડૂતો, ખેતમજુરોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. જયારે હુમલામાં ગંભીર રીતે ધાયલ થયેલ પાડીનું મોત થયુ છે.

નેત્રંગ રાજપારડી રોડ પર ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારને અડીને આવેલા આજોલી ગામનાં નવીવસાહત ફળીયા વિસ્તારમાં તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ રાત્રિના ત્રણથી ચારનાં સમયગાળા દરમિયાન પશુપાલક સુખદેવભાઇ વસાવાનાં ધર આંગણે બાંધેલા પશુઓમાંથી પાડીનો શિકાર કરવા માટે તરાપમારી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન અન્ય પશુઓએ બુમાબુમ કરી મુકતા પશુ માલિક સુખદેવભાઇ વસાવા તેમજ અન્ય રહીશો જાગી જતા દિપડો પાડીનો શિકાર કરવાનું પડતું મુકીને ભાગી છુટીયો હતો, પરંતુ દિપડાના હુમલાથી પાડીને ગંભીર ઇજાઓ થતા તે મરણ પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *