જય ભારત સાથે આપ સાહેબ ને જણાવવાનું કે હાલ મા હુ સુરત શહેર નાં કૉંગ્રેસ પાર્ટી નાં સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટમાં સુરત શહેર નાં મહામંત્રી તરીકેની નિષ્ઠા પૂર્વક ની ફરજ બજાવી રહ્યો હતો. અને હુ પોતે મારા વિસ્તાર માટે પણ ખડે પગે રહી ને મારા વિસ્તાર નાં લોકો ની સેવા કરતો રહ્યો છું. અને હાલ મા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતાં ની સાથે જ મારા વિસ્તાર નાં લોકો ની મારા પ્રત્યે લાગણી હોવાથી તેઓ ની લાગણી ને માન આપીને મને મારી કામગીરી બદલ મને ચુંટણી લક્ષી કામગીરી નાં મળતા પક્ષ પાર્ટી નાં લોકો એ મારી લાગણી ની અને મારી પ્રજા ની લાગણીની માન મર્યાદા ન રાખી અને પક્ષ ની નિતિ મા ફેરફાર કરી મારી અને મારા વિસ્તાર નાં લોકો ની લાગણી દુભાવી હોવાથી હુ આ મારા હોદ્દા ઉપર થી હોશ હવાશ મા રહી ને હુ આપ સાહેબ સામે મારુ રાજીનામું મુકી રહ્યો છું