Sun. Feb 28th, 2021
             

બનાસકાંઠા જિલ્લા નો દાંતા તાલુકો આ તાલુકો એ અંતરિયાળ વિસ્તાર માં આવતો હોય અને આ તાલુકાની અંદર સરકાર દ્વારા અનેક ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે વાત કરવામાં આવે કે અંબાજી નજીક આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર જવાનો જે માર્ગ છે તે માર્ગ ને નવો માર્ગ બનાવવાનું કામ ચાલુ હોઇ ત્યારે કોન્ટ્રકટરો દ્વારા કામ કરવા માં આવી રહ્યું છે ત્યારે તાલુકા પંચાયત ના સદસ્ય વિજયભાઈ દેસાઈ આ વિસ્તાર માં લોક સંપર્કમાં હતા તે સમયે દાંતા તાલુકા પંચાયત ના સદસ્ય અને ભાજપ શક્તિ કેન્દ્ર ના પ્રમુખ દેવેન્દ્ર વ્યાસ દ્વારા ત્યાંના સ્થાનિક લોકોને પૂછતાં સ્થાનિકો એ જણાવ્યું કે આ કામ ની અંદર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે એટલુંજ નહિ આં માર્ગ નું કસમ સરકારી ધારાધોરણ મુજબ પણ કરવામાં આવતું નથી ત્યારે વિજય ભાઈ દેસાઇ એ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા કોન્ટ્રાક્ટર સ્થળે આવી પહોંચ્યો હતો અને કોન્ટ્રાક્ટરે વિજયભાઈ દેસાઇ અને દેવેન્દ્ર વ્યાસ સાથે ન શોભે તેવી ભાષામાં વાતો કરી હતી અને જણાવેલ કે અમે આ રોડ મહાદેવ મંદિરને દાન કરી દઈશું અમારે આ કામ નું બિલ જોઈતું નથી એટલુંજ નહીં કોન્ટ્રેક્ટર એ ધમકી આપતા જણાવ્યું કે તમારાથી જે થાય તે કરી લેજો અમે આવુજ કામ કરીશું ત્યારે વાત કરવામાં આવે કે આ જે માર્ગનું કામ ચાલી રહ્યું છે તેની અંદર મસમોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું તાલુકા પંચાયત ના સદસ્ય વિજય દેસાઇ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે રોડ ની અંદર મેટલ પણ નાખવામાં નથી આવી અને સરકારી ધારાધોરણ મુજબ રોડ બનાવવામાં આવી રહ્યો નથી એટલુંજ નહિ માલ પણ હડવી ગુણવત્તા કામ માં લેવતો હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓ ની સંડોવણી પણ બહાર આવવાની શક્યતા સેવાઇ રહી છે ત્યારે આ જે મસમોટા ભ્રષ્ટાચાર આચરી કોન્ટ્રાક્ટરો સરકારના પૈસા પચાવી પાડે છે તેમની ઉપર ઘટતા પગલાં લેવામાં આવે અને અંતરિયાળ વિસ્તારમાં સરકારના જે પૈસા આવે છે તે પૈસા ને કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સામાં ભરી અને જેમતેમ કાગળિયા પર કામ બતાવી બોગસ કામ કરતા હોવાનું પણ આક્ષેપ આ કોન્ટ્રેક્ટરો પર લાગ્યા છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર આ બેફામ બનેલા કોન્ટ્રાક્ટર પર પગલા લે તે હાલ તબક્કે જરૂરી બન્યું છે અને જે હલકી ગુણવત્તા નું કામ કરતા હોય તેવા કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી સ્થાનિક લોકો ની માંગ ઉઠવા પામી છે…

તાલુકા પંચાયત ના સદસ્ય કોન્ટ્રાક્ટર સામે લગાવ્યા આક્ષેપ

દાંતા તાલુકા પંચાયત ના સદસ્ય વિજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ જે કામ કરવામાં આવી રહ્યું છે તે કામ હલકી ગુણવત્તાનું હોવાનું જાણવા મળી રહ્યું છે એટલુંજ નહીં આ કામની અંદર મસમોટો ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવી રહ્યો છે સાથે સાથે જ્યારે રોડ બનતો હોય તો રોડ ની અંદર મેટલ પણ નાખવું એ જરૂરી બનતું હોય છે ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડની અંદર મેટલ પણ નાખવામાં નથી આવી રહી અને જેમ મન ફાવે તેમ કામ કરી અને સરકારના પૈસા ખોટી રીતે પચાવી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા આ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ તે હાલ જરૂરી બન્યુ છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં સરકાર દ્વારા જે કામ માટે પૈસા આપે છે તે પૈસા ખોટી રીતે વેડફાઈ રહ્યા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે તો સરકાર શ્રી તપાસ કરી અને ઘટતા પગલાં લે અને કોન્ટ્રાક્ટર નું બિલ ના મંજૂર કરે તેવી અમારી માંગ છે અને અમે સરકાર સુધી પણ આ વિષય ની રજૂઆત કરીશું…

દેવેન્દ્ર વ્યાસ શક્તિ કેન્દ્ર પ્રમુખે પણ કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવ્યો

અંબાજી શક્તિ કેન્દ્ર ના પ્રમુખ દેવેન્દ્ર વ્યાસ લોક સંપર્કમાં હતા તે સમયે આ માર્ગની કામગીરી જોવા પહોંચી ગયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રોડની કામગીરી હલકી કરવામાં આવી રહી છે સ્થાનિકોએ રજૂઆત કરી તેમ છતાં સ્થાનિકોને કોન્ટ્રાક્ટરો ટેક આપી રહ્યા નથી ત્યારે અમે રજૂઆત કરતા અમારી સાથે પણ કોન્ટ્રાક્ટરો એ અશોભનીય ભાષા માં વાતો કરી હતી એટલું જ નહીં અમને ધમકી આપીને કહેવામાં આવ્યું હતું કે તમારાથી જે થાય તે કરી લેવું ત્યારે વાત કરવામાં આવે કે માનનીય વિજય રૂપાણી સરકાર અંતરિયાળ વિસ્તારોમાં જે કામ કરાવતી હોય અને લોકો વિકાસથી વંચિત ના રહે તેને લઈને સરકાર અંતરિયાળ વિસ્તારોમાં વિવિધ ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય ત્યારે આ ગ્રાન્ટનો દુરુપયોગ કરી અને આવા કોન્ટ્રાક્ટરો તે પોતાના ખિસ્સામાં ભરતા હોવાનું જોવા મળી રહ્યું છે તો અમે સરકાર સુધી તો રજૂઆત કરીશું પણ મારી માગણી છે કે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર ઘટતા પગલાં લઇ ને ઉંડી તપાસ કરી અને આવા કોન્ટ્રાક્ટરના બિલ ના મંજૂર કરવા જોઈએ અને આવા જે બેફામ કામ કરતાં અને સરકારના પૈસા વેડફતા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવું પણ અમારી સરકારશ્રી અને અધિકારીઓ ને અપીલ છે…

સ્થાનિક લોકો ના જણાવ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટર એ અનેકવાર ભ્રષ્ટાચાર આચર્યો.
તાજેતરમાં જ કોટેશ્વર વિસ્તાર આસપાસ અંતરિયાળ વિસ્તારોમાં જે ગ્રાન્ટ આવી હતી અને કુવા બનાવવાની કામગીરી કરવા માં આવી હતી ત્યારે તે કુવા બનાવવાની કામગીરીમાં પણ આ કોન્ટ્રાક્ટરે મસમોટા કૌભાંડ કર્યા હોવાનું સામે આવ્યું છે વાત કરવામાં આવે કે કુવા ઉંડા કરવાની અને નવા બનાવવાની કામગીરી કરવાની હોય ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા ફક્ત ત્રણ ત્રણ ફૂટ ના ફર્મા મૂકી અને કામ પૂર્ણ કરી અને સરકારના ખોટા પૈસા પોતાના ખિસ્સામાં ભર્યા છે તેની પણ રાવ ઉઠવા પામી છે એટલુજ નહીં અનેક આં વિષય ના અનેકવાર મીડિયામાં અહેવાલ પ્રસારીત થયા હતા તેમ છતાં આ કોન્ટ્રાક્ટ ઉપર પગલા લેવામાં આવ્યા નથી ત્યારે ફરી એકવાર આ જ વિસ્તારમાં રોડનું કામ ચાલી રહ્યું છે અને તેની અંદર પણ મસમોટો ભ્રષ્ટાચાર કોન્ટ્રાકટરો દ્વારા આચરવામાં આવી રહ્યો છે તો અમે સરકારને અપીલ કરીએ છીએ કે ગામ લોકો સહિત તાલુકા પંચાયત સદસ્ય ની માંગ ને ધ્યાને લઇ અને આ કોન્ટ્રાકટર પર ઘટતા પગલાં લેવામાં આવે અને ઉંડી તપાસ કરવામાં આવે તે અમારી માંગ છે..

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *