સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ જલ્દી ચાર્જશીટ દાખલ કરવાની અફવાઓને ફગાવી દીધી છે. એજન્સીએ કહ્યુ કે, કેટલીક લિંકની હજુ પણ તપાસ ચાલી રહી છે. તપાસ સાથે જોડાયેલા NCBના એક સૂત્રએ જણાવ્યુ, “સુશાંત સિંહ રાજપૂત મામલે એનસીબી તરફથી જલ્દી ચાર્જશીટ દાખલ કરવાનો રિપોર્ટ સાચો નથી.”
સુત્રએ દાવાનું ખંડન કર્યુ કે ઇડીએ એનસીબી સાથે પોતાની મની લોન્ડ્રિંગ તપાસ મામલે એક ક્લોઝર રિપોર્ટ શેર કરી છે. હજુ પણ કેટલીક લિંક છે, જેની તપાસની જરૂર છે અને એજન્સી વ્યાપક ઇલેકટ્રોનિક ડેટાનું પણ અધ્યયન કરી રહી છે, જે આ મામલે કેટલાક લોકોના મોબાઇલ ફોનથી મળ્યા છે.