જાફરાબાદ તાલુકા ભાજપમાં ભૂકંપ મસમોટું ગાબડું પડ્યું
જાફરાબાદ ભાજપના મહામંત્રી તથા ટીંબી ગામના પૂર્વ સરપંચ સહિતના ભાજપના આગેવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા
હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલમાં ભાજપને જાફરાબાદમાં મોટો ફટકો પડયો
હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ છે જે આજરોજ જાફરાબાદ તાલુકા ભાજપ માં મોટો ભડકો થયેલ છે અને તાલુકા ભાજપના મહામંત્રી તેમજ ટીંબી ગામના માજી સરપંચ સહિતના કોળી સમાજના આગેવાનો યુવાનો વડીલો ભાજપ ને રામરામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો લોકો એ જણાવ્યું હતું કે ચુંટણી ટાણે જ કેમ આયા રામ ગયા રામ થાઈ ત્યારે જ કેમ કહેવાતા આગેવાનો કાર્યકરો ભાજપમાં થી કોગ્રેસ અને કોગ્રેસ માથી ભાજપ મા જોડાય