લૂંટના ગુન્હામાં સજા પામેલ આરોપીને સિહોરથી ઝડપી લેતી L.C.B
ભાવનગર એલસીબી સ્ટાફના કર્મીઓ સિહોર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દાદાની વાવ પાસે આવતા બાતમી ને આધારે ભાવનગર ત્રીજા એડી.સેંશન જજની કોર્ટમાંથી લૂંટના ગુન્હામાં સજા પામેલા આરોપીનું પકડવાનું વોરન્ટ ઈશ્યુ થયેલ જેને લઈને આરોપી વલજીભાઈ ઉર્ફે ભૂતિ બોઘાભાઈ સોલંકી રહે.ભીલવાડા પાલીતાણા ને સિહોર સરકીટ હાઉસ પાસે મળેલ હોવાની હકીકત મળતા પૂછતાછ કરતા આરોપીને પોલીસ હસ્તગત કરી આગળની કાર્યવાહી સારું સિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે