ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો સફાયો,આહવા 2 જિલ્લા પંચાયત સીટ અને દગડીઆંબા જિલ્લા પંચાયત સીટ માં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા બન્ને બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થતા કોંગ્રેસના સુફડાસાફ થવાના એંધાણ વર્તાય રહ્યા છે*
ડાંગ જિલ્લામાં વિધાનસભા પેટા ચુંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસનો ગઢ મનાતા ડાંગ જિલ્લામાં ચૂંટણી ઇન્ચાર્જ ગણપતસિંહ વસાવાની ચાણક્ય રણનીતિના પગલે કોંગ્રેસના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવા પામ્યો છે. સોમવારે ઉમેદવારી પત્રકો ચકાસણી માં સુબિર તાલુકાની દહેર સીટના કોંગ્રેસી આયાતી ઉમેદવારનો મતદાર યાદીમાં નામ ન હોવાથી રદ થતા ભાજપી ઉમેદવાર બિનહરીફ થતા કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો હતો, આ સિલસિલો સાંજ સુધી જારી રહેતા જિલ્લાના મુખ્ય મથક આહવા-2 જિલ્લા ના ભાજપના હેતલબેન શાંતારામભાઈ ચૌધરી ની સામે કોંગ્રેસના કાશીબેન સુકીરાવ કુંવરે ફોર્મ ખેંચી લીધો હતો. જયારે દગડીઆંબા જિલ્લા પંચાયત સીટ ભાજપના નિર્મળાબેન એસ.ગાઈન સામે કોંગ્રેસી ઉમેદવાર વનીતાબેન વાઘેરા એ ફોર્મ ખેંચી લેતા બન્ને જિલ્લા પંચાયત સીટ ભાજપે કબ્જે કરી લીધી છે.જેને પગલે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ સર્જાતા સુફડાસાફ થવાના એંધાણ સાથે રાજકીય માહોલ ગરમાયો છે.જ્યારે ભાજપ પાર્ટીમાં ખુશીનો માહોલ સર્જાયો છે. તેવામાં આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ખાતું પણ ન ખોલી શકે તેવો દાવો ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત માં કોના હાથે સાસનની ધૂરા આવે છે તે જોવું રહ્યું.
