હાલ ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં એક બાદ એક કુલ 4 બાળકીઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. એવું લાગી રહ્યું છે કે પોલીસ માત્ર રેલીઓ અને સભાઓ ના બંદોબસ્તમાં જ લાગી ગઈ છે. અમદાવાદમાં એક જ દિવસમાં ૪ નવજાત મળી આવ્યા છે પણ પોલીસ આખ આડા કાન નથી કરી રહી. જો કે, આ 4 બાળકીમાંથી ત્રણ જીવિત હાલતમાં મળી આવી છે. જ્યારે એક બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. અમદાવાદના એલિસબ્રિજ, શાહીબાગ, વેજલપુર અને ફતેહવાડી વિસ્તારમાંથી 4 નવજાત બાળકીઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે.
(૧)શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં કોચરબ ગામ પાસે ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીમાંથી સફેદ કોથળીમાંથી મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી.(૨) તરફ શાહીબાગ વિસ્તારમાંથી આંખની હોસ્પિટલ પાસેથી એક કચરા પેટીમાંથી દુપટ્ટામાં બાંધેલી હાલતમાં બાળકી રડતી મળી આવી હતી.(૩) ફતેહવાડી વિસ્તારમાંથી એક બાળકી રોડ ઉપરથી મળી આવી હતી.(૪) વેજલપુરમાં એક બાળકી કાર નીચેથી મળી આવી હતી.
પોલીસ દ્વારા નવજાત બાળકીઓને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને કયા કારણોસર બાળકીઓને ત્યજી દેવામાં આવી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.