Tue. Mar 9th, 2021
             

તા.16/2/21 ના રોજ ભવનાથ પોલીસ સ્ટેશન ના psi વાજા ચોકસ બાતમી ના અન્વયે વિસાવદર પોલીસ સ્ટેશન ઇ. પી. કો. કલમ 380,457 મુજબ ના કામનો આરોપી અર્જુન પોપટ ગાગીયા રહે. ભદ્રાવાવડી તા. વિસાવદર , વિસાવદર પોલીસ સ્ટેશન ના ગુન્હા માં પકડવાનો બાકી છે અને તે માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામે હોવાની બાતમી મળતા જે અન્વયે માળીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા માળીયા હાટીના psi એન.વી.આંબલિયા તથા પોલીસ સ્ટાફે આછીદ્રા ગામે મજકુર આરોપી ને પકડી પાડેલ છે. તેની પૂછ પરછ કરી ગુજકોય પોકેટ મોબાઈલ આરોપી નું નામ સર્ચ કરતા તેમનો પૂર્વ ઇતિહાલ વિસાવદર પોલીસ સ્ટેશન ઇ.પી.કો.કલમ 380,457
બગસરા જુ.ધા. ક. 4,5 મુજબ
સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેનડમેન્ટ એક્ટ 2008 ની કલમ 66ઇ ઇ.પી.કો.354,354 ડી,452, 506(2) મુજબ
અમરેલી પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ 224 મુજબ કેદી જપ્તા માંથી નાસી જવાનો ગુન્હો દાખલ થયેલ છે
બગસરા પોલીસ સ્ટેશનમાં ઇ પી કો. કલમ 379 મુજબ ગુન્હો દાખલ છે.

આ કામગીરી સફળ બનાવવા માળીયા હાટીના પી.એસ.આઈ એન.વી.આંબલિયા, ભવનાથ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એન.કે.વાજા , પોકો.સંજય ભાઈ પરમાર, પ્રફુલભાઈ ભેડા, પુંજા ભાઈ ખાંભલા સહિત ના પોલીસ સ્ટાફે સાથે સારી કામગીરી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *