Sun. Feb 28th, 2021
             

વાપીની એક કંપનીમાં પ્રવેશીને તેના માલિકને હેરાન કરવા અને કર્મચારીઓને મારવાના આરોપના કેસમાં જીસએટી અધિકારીઓ સામે થયેલી અરજીમાં મંગળવારે હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે કે, જીએસટી એક્ટ-૨૦૧૭ની કલમ ૬૭ હેઠળ સર્ચ કે તપાસમાં જીએસટી અધિકારીઓએ ચેક, રોકડ, ઈ-પેમેન્ટ અથવા તો ઈનપુટ ટેક્સના એડમેન્ટની રકમ રિકવરીમાં લેવી નહીં, વેપારી સામેથી ટેક્સની બાકી રકમ ભરવાની વાત કરે તો પણ તે સ્વીકારવી નહીં અને આ મુદ્દે તેને સલાહ આપવી કે સર્ચ કે તપાસ પૂર્ણ થયાના બીજા દિવસે ઓફિસે આવો.

જો સર્ચની પ્રક્રિયા દરમિયાન વેપારી પર પૈસા ભરવા દબાણ કરવામાં આવે તો આ અંગે તપાસ બાદ તેને વાંધા કે ફરિયાદ નોંધાવવાની તક આપો, વેપારીની ફરિયાદ બાદ તો જો કોઈ અધિકારી નિર્દેશોના પાલનનુ ભંગ કરતો નજરે પડે તો શિસ્તભંગના કડક પગલા લો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *