Sun. Feb 28th, 2021
             

અમદાવાદ પોલીસમાં તોડબાજીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અને એક બાદ એક પોલીસના મોટાં મોટાં તોડ કર્યા હોવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં વધુ એક તોડકાંડની ઘટના સામે આવી છે. જેમાં પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ જેએમ સોલંકીએ બે લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ફરિયાદ ડીસીપીને કરવામા આવી છે.

અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ જેએણ સોલંકીએ તેમના મળતિયા પોલીસ કર્મીઓ સાથે મળીને બે લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ફરિયાદ ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુને કરવામાં આવી છે. પાલડી પોલીસે બે વ્યક્તિઓને 4 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ગોંધી રાખ્યા હતા.

સાંતેજ અને રકનપુરની જમીન બાબતે વિવાદ ચાલતો હતો. તેમાં પાલડી પોલીસે કંઈપણ લેવા દેવા હોવા છતાં પાલડી પોલીસે તોડવપાણી કરવા માટે મેદાનમાં ઉતરી આવી હતી.

આ અંગે ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ કે. આ અંગેની અરજી મને કરવામાં આવી છે. તેની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર પોલીસકર્મીઓનો કોઈ વાંક નથી એ તો એમજ પીઆઈના કહેવાથી ડીસીપી પ્રેમસુખ ડેલુએ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *