Wed. Mar 3rd, 2021
             

અમદાવાદ: અમદાવાદના ઓઠવમાં આવેલી પામ હોટલ પાસે સોમવારે રાત્રે એક રિક્ષા ચાલકે સ્ટંટ કર્યા હતા. સામાન્ય રીતે તમે યુવકોને બાઈક ઉપર ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવી સ્ટંટ કરતા હોવાના વીડિયો જોયા હશે. પરંતુ શહેરના ઓઢવ વિસ્તારમાં એક રિક્ષા ચાલક સ્ટન્ટ કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.

પોલીસે આ રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો હતો જેમાં બાઈક નહીં પરંતુ એક ચાલક રિક્ષા ચલાવીને સ્ટંટ કરતો દેખાયો હતો. આ વીડિયો અમદાવાદના ઓઢવ રિંગ રોડનો હોવાનું જાણવા મળતાં પોલીસે આ રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસને બાતમી મળતાં જ કૃષ્ણનગરના રહેવાસી સુનિલ શર્મા નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે. રિક્ષા ચાલક સામે ઇ.પી કો કલમ ૨૭૯, ૧૮૮ તથા એમ.વી. એકટ કલમ ૧૮૪ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *