રાજકોટ શહેર ૨ હત્યાની કોશિષ સહિત ૫ ગુનામાં ૫ વર્ષથી નાસતો ફરતો કુખ્યાત શખ્સ પિસ્ટલ કાર્ટિસ સાથે ઝડપાયો.

રાજકોટ શહેર તા.૧૯/૨/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર D.C.B ટીમે ૨ હત્યાની કોશિષ સહિત ૫ ગુનામાં ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને ૧-પિસ્ટલ અને 3 જીવતા કાર્તિસ સાથે દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ તે માટે પોલીસે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I યુ.બી.જોગરાણા અને તેની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સંતોષભાઈ મોરી, અભિજીતસિંહ જાડેજા, કરણભાઈ મારુને મળેલી બાતમી આધારે મૂળ મોરબી રોડ ખાટકીવાસનો હાલ રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા જાવેદ ઉર્ફે જાવલો કરીમભાઈ કાથરોટિયા ઉ.૩૨ ને બેડી ચોકડી પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ અને 3 જીવતા કાર્તિસ સાથે દબોચી લીધો હતો. જાવેદ ૨ હત્યાની કોશિષ, દારૂ, રાયોટિંગ સહિત ૫ ગુનામાં ૫ વર્ષથી વોન્ટેડ હતો. તેના વિરુદ્ધ અગાઉ ૨ હત્યાની કોશિષ, હથિયાર, દારૂ સહિત ૮ ગુના નોંધાઈ ચુક્યા છે. દેશી બનાવટની પીસ્ટલ ૧ કિ.૧૫,૦૦૦ જીવતા કાર્ટિસ નંગ-૩ કિ.૩૦૦ મોબાઇલ સહિત કુલ. ૧૬,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ હોય. D.C.B પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-B)A મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી, યુ.બી.જોગરાણા, બી.આર.ગઢવી, સી.એમ.ચાવડા, સંતોષભાઈ મોરી, જેનતીભાઈ ગોહિલ, અભીજીતસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ ગોહિલ, કરણભાઈ મારૂ, નાઓએ કામગીરી કરેલ હોય.
