રાજુલા તાલુકા પંચાયતની ચુંટણીમાં સૌથી યુવાન અને શિક્ષિત ઉમેદવાર અજય શિયાળ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે જેમાં ૨૮ ફેબ્રુઆરી નાં રોજ જિલ્લા-તાલુકા પંચાયત ની બેઠકોનું મતદાન થવાનું છે ત્યારે આ ચુંટણીમાં શિક્ષિત યુવાનો એ પણ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે
ત્યારે રાજુલા તાલુકામાં સૌથી નાની વય એટલે કે કોંગ્રેસમાંથી 23 વર્ષનાં શિક્ષિત યુવાન એ પોતાની ઉમેદવારી વિસળીયા બેઠક ઉપરથી નોંધાવી છે તેમણે બી.કોમ તથા એલ.એલ.બી. સુધી નો અભ્યાસ કર્યો છે રાજુલા તાલુકા પંચાયત નાં ૫૧ ઉમેદવારો માંથી સૌથી યુવાન અને શિક્ષિત ઉમેદવાર છે તેમજ યુવાનોને આગળ આવી રાજકારણમાં જોડાવવા માટે અપીલ કરી હતી. જેથી દેશ વિકાસમાં રાજનીતિ થકી તેઓ સહયોગ આપી શકે. વધુમાં અજય શિયાળએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે તેમને નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશ માટે ટિકિટ આપીને જે ચૂંટણી લડવા માટેની તક આપી છે તે માટે તેનો આભાર માને છે. આગામી દિવસોમાં તે વિસળિયા તાલુકા પંચાયત બેઠક ઉપરથી વિજય રહેશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.