સુરતમાં સચિન નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટરના પતિ દારૂના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે

             

સુરત: પૂર્વ કોર્પોરેટરનો પતિ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો, જુઓ કયા કારણથી મંગાવ્યો હતો દારૂ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં સચિન નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટરના પતિ દારૂના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

ચૂંટણીના માહોલમાં સુરતની સચિન નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર પ્રિયંકા યાદવનો પતિ અમરજીત 37,280 રૂપિયાના દારૂ સાથે ઝડપાયો છે સચિન પોલીસને બાતમી મળી હતી કે અમર યાદવ નામના ઇસમની દુકાનમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે. સચિન પોલીસે અમર યાદવની દુકાને પહોંચતા ત્યાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પત્ની હાલ ઉમેદવાર ન હોવા છતાં પતિ પાસેથી દારૂનો જથ્થો ઝડપાતા તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે કારણ કે તેઓ મતદારોને રીઝવવા દારૂ લાવ્યા કે પછી વેચાણ અર્થે તે અંગે તે દિશામાં સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજકોટ શહેર આગામી તા.૨૧-૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાન સંદર્ભે મતદાનના દિવસે ગુજરાત રાજયમાં રજા જાહેર કરવામાં આવી છે.

Fri Feb 19 , 2021
Post Views: 42               રાજકોટ શહેર આગામી તા.૨૧-૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાન સંદર્ભે મતદાનના દિવસે ગુજરાત રાજયમાં રજા જાહેર કરવામાં આવી છે.* રાજકોટ શહેર તા.૧૯/૨/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર જીલ્લા કલેકટર રેમ્યા મોહને તા.૨૧/૨/૨૦૨૧ અને તા.૨૮/૨/૨૦૨૧ રવિવારના રોજ મતદાનના દિવસે કર્મચારીઓ, […]

Breaking News