Wed. Mar 3rd, 2021
             

રાજકોટ શહેર આગામી તા.૨૧-૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાન સંદર્ભે મતદાનના દિવસે ગુજરાત રાજયમાં રજા જાહેર કરવામાં આવી છે.*

રાજકોટ શહેર તા.૧૯/૨/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર જીલ્લા કલેકટર રેમ્યા મોહને તા.૨૧/૨/૨૦૨૧ અને તા.૨૮/૨/૨૦૨૧ રવિવારના રોજ મતદાનના દિવસે કર્મચારીઓ, કામદારો વગેરેને મતદાન કરવામાં સુગમતા રહે તે માટે રાજકોટ જીલ્લામાં આવેલ રાજય સરકારની તમામ કચેરીઓ/અર્ધસરકારી કચેરીઓ, કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ નીચે જે દુકાનો, પેઢીઓ, સંસ્થાઓ આવતી હોય તે બધી દુકાનો, સંસ્થાઓ તથા ફેકટરી એકટ નીચે આવતી ફેકટરી, કારખાનાઓ તેમજ તમામ બેન્કો, બોર્ડ ઓફીસો વગેરેમાં આ બંને દિવસોના રોજ જાહેર રજા રાખવા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૮૮૧ થી મળેલ સતાની રૂએ હુકમ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ૯૯૧ મતદાન મથકો સ્થાનિક સ્વરાજયની ચુંટણી માટે રાજકોટ જીલ્લામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ-૧૮ માં મતદારો સરળતા અને સુગમતાથી મતદાન કરી શકે તે માટે ૯૯૧ મતદાન મથકો રાખવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાન સંદર્ભે સને-૧૮૮૧ ના વટાઉખત અધિનિયમ (૧૮૮૧ના ૨૬માં) ની કલમ-૨૫ ના ખુલાસાને અનુસરીને મતદાનના દિવસે ગુજરાત રાજયમાં રજા જાહેર કરવામાં આવી છે. જયાં વટાઉખત અધિનિયમ-૧૮૮૧ ની જોગવાઇઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓ માટે ૧૯૪૮ ના મુંબઇ દુકાનો અને સંસ્થા અધિનિયમ, તેમજ ૧૯૪૮ ના કારખાના અધિનિયમ હેઠળ જાહેર રજા રાખવાનું ઠરાવેલ હોય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *