સુરતની સચિન GIDC મા અત્તર બનાવતી ફેક્ટરીમાં આગ, 6 ગાડીઓ ઘટના સ્થળે

             

સચિન GIDC વિસ્તારમાં આવેલી અતર બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ચાલુ ફેક્ટરીએ આગ લાગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવા અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડ દ્વારા હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા અંગે પ્રયાસ કરાઇ રહ્યા છે.

અત્તર બનાવતી કંપનીમાં કામકાજ ચાલુ હતું તે દરમિયાન આગ ફાટી નિકળી હતી. આગ પ્રચંક હોવાને કારણે અંદર કામકાજ કરતા લોકો દોડી આવ્યા હતા. કામદારોમાં ડરનો માહોલ પેદા થયો છે. આ આગના પગલે આસપાસની કંપનીઓમાં પણ ડરનો માહોલ પેદા થયો હતો.

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગાંધીનગરમાં ફાંકડું અંગ્રેજી બોલતી યુવતી 3 દિવસથી આધાર કાર્ડ માટે ધક્કા ખાઈ રહી હતી, અકળાઈને અધિકારીઓને દોડતા કરી દીધા

Sat Feb 20 , 2021
Post Views: 189               સામાન્ય રીતે સરકારી કામ એક ધક્કામાં થઈ જતા હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. આવામાં વારંવાર ધક્કા ખાધા પછી પણ પોતાનું કામ પૂરું ના થવાના કારણે ઘણી વખત અજદારો અકળાઈ જવાના બનાવ બને છે. આવો જ એક કિસ્સો રાજ્યના […]

You May Like

Breaking News