Sat. Mar 6th, 2021
             

રાજકોટ શહેર મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં સિલ્વરપાર્ક-૧ માં રહેતો ઘનશ્યામભાઈ નરશીભાઈ પાટડીયા (ઉ.૪૦) ઈમીટેશનનું મજુરી કામ કરતા હોય તેમની પાસે રહેલી મારૂતિવાન તેઓ માધાપર ચોકડી પાસે તેમના મિત્રના ગેરેજ રીપેરીંગમાં મૂકી હોય. આજે સવારે તેઓ મારૂતિવાન લેવા ગયા હતાં. મારૂતિવાન લઈ ઘેર આવતા હતા ત્યારે માધાપર ચોકડીથી બેડી બાયપાસ રોડ પર અતિથિ દેવો ભવ હોટલ પાસે પહોંચતા પાછળથી આવતા ટ્રક ચાલકે મારૂતિવાનને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અને મારૂતિવાન ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં મારૂતિવાન ચાલક ધનશ્યામભાઈને ઈજાઓ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *