Tue. Mar 9th, 2021
             

આજે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાગી લગાવીને જોવા મળ્યા હતા. સવારે 7થી 8 વાગ્યામાં એટલે પહેલા એક કલાકમાં અમદાવાદમાં અને ભાવનગરમાં સૌથી વધુ 5 ટકા મતદાન થયું છે. ત્યારબાદ ત્યારબાદ વડોદરામાં 4 ટકા, સુરતમાં 4 ટકા, રાજકોટમાં 3 ટકા, જામનગરમાં 3 ટકા મતદાન થયું છે. જ્યારે 4 કલાક બાદની સ્થિતિ પર નજર કરીએ તો હાલમાં સૌથી વધુ ભાવનગરમાં 20 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન રાજકોટમાં થયું છે. રાજકોટમાં સૌથી પહેલા 75 વર્ષિય દાદાએ મતદાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય તેમજ સાંસદ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે અમદાવાદમાં પણ નોકરીયાતો સવારે 7 વાગ્યાથી મતદાન કેન્દ્રો પર વોટ આપવામાં આવી પહોંચ્યા છે. સુરત અને વડોદરામાં પણ મોટી સંખ્યામાં મતદારો આવી રહ્યા છે.

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરના કાર્યકતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યાં તાત્કાલિક ડીસીપી ઝોન 4 સહિતનો પોલીસ કાફલો પોહચ્યો હતો. હાલમાં મામલો થાળે પડી ગયો છે.નિકુલસિંહ તોમરનો આક્ષેપ છે કે કુબેરનગર વોર્ડમાં સારું મતદાન થઈ રહ્યું છે અને ભાજપ દ્વારા માહોલ બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપ અમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહી છે.કુબેરનગર વોર્ડ અતિ સંવેદનશીલ મથકમાં આવે છે. જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં બોલાચાલી અને ગરમાગરમી થઈ હતી.

 

કોંગ્રેસના ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે ચૂંટણી અધિકારી તથા અમદાવાદ પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી છે કે વટવા વોર્ડમાં બુથ નંબર 62થી 71માં જે ચારમાળીયા પાકિસ્તાનથી ઓળખાય છે. તે મતદાન કેન્દ્રની બહાર નાસીકમુલ્લા તથા મુન્નાભાઈ નામના બે માથાભારે તત્વો મતદાન મથકની બહાર બેસીને મતદારોને મતદાન કરતાં અટકાવી રહ્યાં છે અને ધાક ધમકી આપી રહ્યાં છે. તેમની અટકાયત કરીને યોગ્ય પગલાં ભરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

શહેરના વાડજ વિસ્તારમાં લોકોને મતદાર યાદી માં પોતાનું નામ ન મળતા અટવાયા હતા.સાથે વાડજ માં ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના બુથ એકજ લાઇન માં જોવા મળ્યા હતા લોકોએ ત્રણ બુથ માંથી મતદાર યાદી માં પોતાનું નામ ન મળતા રોષે ભરાયા હતા.સામાન્ય રીતે દરેક પાર્ટી પોતાન બુથ દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યા એ ગોઠવતી હૉય છે ત્યારે અહીંના લોકો એ ત્રણ પાર્ટીઓના ભેગા જોઈને આશ્ર્ચકિત થઈ ગયા હતા.

 

નરોડામાં હસપુરા ગામના બુથ માં બબાલ થઈ હતી. બુથમાં આઈકાર્ડ વગરના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા તેને લઈને સ્થાનિક એ બબાલ કરી હતી.સવારથી લઈને અત્યાર સુધી આ વ્યક્તિ કોઈ નિમણૂક પત્ર વગર બેઠા હતા.તેઓ એ જણાવ્યું હતું કે મારી નિમણૂક થઈ છે ણ આઈ કાર્ડ નથી આપ્યું ત્યારબાદ સ્થાનિક એ હોબાળો કરતા પોલીસ અને ચૂંટણી અધિકારી એ આવી ને તપાસ કરી.સાથે સ્થાનીક એ હોબાળો કરતા ચૂંટણી અધિકારી એ 10:41 વાગે તેનો નિમણૂક પત્ર ઇસ્યુ કર્યું જેથી આ બુથની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. સાથે સ્થાનીક એ બોગસ વોટિંગ ના આક્ષેપ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *